RBI સસ્તામાં વેચી રહી છે Gold, જાણો કિંમત અને ફાયદા
રિઝર્વ બેંકે શનિવારે સૉવરેન ગોલ્ડ બોન્ડ માટે 5051 રૂપિયા પ્રતિ 1 ગ્રામ અને 10 ગ્રામ માટે 50510 રૂપિયાનો રેટ નક્કી કર્યો છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે આજથી એટલે કે 12 ઓક્ટોબર 2020થી સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના 2020-21 અંતર્ગત સાતમી સીરીઝ રજૂ કરી રહી છે. સરકાર તરફથી સૉવરેન ગોલ્ડ બોન્ડ અંતર્ગત સોનાના એલોટમેન્ટ આરબીઆઈ કરે છે. રિઝર્વ બેંકે શનિવારે સૉવરેન ગોલ્ડ બોન્ડ માટે 5051 રૂપિયા પ્રતિ 1 ગ્રામ અને 10 ગ્રામ માટે 50510 રૂપિયાનો રેટ નક્કી કર્યો છે. જો કોઈ વ્યક્તિ સૉવરેન ગોલ્ડ બૉન્ડ અંતર્ગત ઓનલાઈન પેમેન્ટ કરી સોનું ખરીદે છે તો તેને પ્રતિ ગ્રામ 50 રૂપિયા એટલે કે દરેક દસ ગ્રામે 500 રૂપિયાની છૂટ આપવામા આવશે. આ સ્કીમથી લોકોને હકીકતમાં કેટલો ફાયદો થશે આવો વિસ્તૃત જાણીએ...

સૉવરેન ગોલ્ડ બૉન્ડ લેવા પર કેટલો ફાયદો
સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં સરકારે ગોલ્ડ રેટ પ્રતિ ગ્રામ 5051 રૂપિયા અને પ્રતિ 10 ગ્રામ 50510 રૂપિયા સુધી નક્કી કરી છે. જ્યારે શુક્રવારે દેશના સોના બજારમાં 24 કેરેટ ગોલ્ડનો બંધ ભાવ 50880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આવી રીતે જો રોકાણકાર સૉવરેન ગોલ્ડ બોન્ડ અંતર્ગત સોનાની ખરીદી કરે છે તો પ્રતિ ગ્રામ પર 37 રૂપિયા અને 10 ગ્રામ પર 370 રૂપિયાનો ફાયદો થશે. એટલે કે આટલું સસ્તું સોનું ખરીદવાનો મોકો છે. જો આનાથી પણ વધુ સસ્તું સોનું ખરીદવા માંગો છો તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.

ઑનલાઈન પેમેન્ટ પર કેટલી છૂટ
જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરી સૉવરેન ગોલ્ડ બૉન્ડ અંતર્ગત સોનું ખરીદે છે તો તેને દર ગ્રામ ગોલ્ડ પર 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે. એવામાં પ્રત્યેક ગ્રામમાં આ છૂટ વધીને 87 રૂપિયા થઈ જશે. જ્યારે પ્રત્યેક 10 ગ્રામ પર આ છૂટ વધીને 870 થઈ જશે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડના રેટ આવી રીતે નક્કી થાય છે
ભારતીય રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા મુજબ સૉવરેન ગોલ્ડ બૉન્ડના રેટ નક્કી કરવાનો આધાર પહેલેથી જ નિશ્ચિત કરવામાં આવી ચૂક્યો છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડ જાહેર થતાના પહેલા અઠવાડિયાના આખરી 3 કારોબારી દિવસમાં 999 ટકા શુદ્ધતા વાળા ગોલ્ડના રેટનો એવસરેજ ભાવ માનવામાં આવે છે. આરબીઆઈ આ ભાવ જાહેર કરે છે. જેના આધારે આ વખતે સોવરેન ગોલ્ડ બોન્ડ રેટ 5051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામા આવ્યા છે.

અન્ય ફાયદા જાણો
સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવામાં આવેલી રકમ પર વાર્ષિક અઢી ટકા વ્યાજ મળે છે. એટલે કે જોઈ કોઈએ સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું છે તો તેણે દર વર્ષે અઢી ટકા એટલે કે 2500 રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે. આ વ્યાજની ચૂકવણી સીધી બેંક ખાતામાં કરવામાં આવે છે. આ વ્યાજ વર્ષમાં બે વાર કરવામાં આવે છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડ શું હોય છે
સૉવરેન ગૉલ્ડ બૉન્ડમાં ઓનલાઈન સોનું ખરીદવાનો મોકો મળે છે. જે 24 કેરેટનું હોય ચે. પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો તે ફિજિકલ રૂપે આ સોનાને લે તો એ શક્ય નહિ હોય. જ્યારે સૉવરેન ગોલ્ડ બૉન્ડનો સમય પૂરો થાય છે ત્યારે સરકાર બજારમાં 24 કેરેટ ભાવના હિસાબે તેની ચૂકવણી કરે છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડ પર ત્રણ વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગૂ થાય છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડન બદલામાં લોકો ઈચ્છે તો લોન લઈ શકે છે. જો કોઈને જરૂરત હોય તો પાંચ વર્ષ બાદ તેને વેચીને પૈસા લઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
