જાણો : ઓફશોર બેંકિંગ શું છે?, કોને જોઇએ ઓફશોર બેંક એકાઉન્ટ?
વિદેશ એટલે કે ઓફશોર બેંકોમાં કાળા નાણાનો મુદ્દાના અનેક સમાચારો તાજેતરના સમયમાં પ્રકાશિત થયા છે. જેના કારણે આપને પ્રશ્ન થાય કે ઓફ શોર બેંક શું છે?
ભારતના અનેક લોકોના કાળા નાણા કે બિનહિસાબી નાણા વિદેશની અથવા તો ઓફ શોર બેંકોમાં રહેલા હોવાના અહેવાલને કારણે ઘણી ઉત્સુકતા જગાવી છે. આ કારણે લોકો ઓફ શોર બેંક અંગે શોધતા રહે છે. જો કે અત્યારે આપણે કાણા નાણાના મુદ્દા પર ધ્યાન આપવાને બદલે ઓફ શોર બેંક એકાઉન્ટ શું છે તે જાણીએ...

ઓફશોર બેંક એકાઉન્ટની જરૂર શા માટે?
રાજકીય અસ્થિરતાના સમયમાં અને આંતરિક કટોકટીના સમયમાં આપની મહેનતના પૈસા ડૂબી ના જાય અને સુરક્ષિત રહે તે માટે એવા બેંક એકાઉન્ટની જરૂર રહે છે જે આપનું ભવિષ્ય સુરક્ષિત જાળવી શકે. આવા સમયે લોકો વિદેશમાં રોકાણ કરવાનું વધારે અનુકૂળ સમજે છે. આ માટે સ્વીત્ઝરલેન્ડ મહત્વનું સ્થળ બન્યું છે. ધનાઢ્યો દ્વારા વર્ષોથી ત્યાં અઢળક નાણા મૂકવામાં આવી રહ્યા છે.
અન્ય એક વિકલ્પ જ્યાં ટેક્સ રાહત મળે છે તેવા દેશોમાં નાણા મૂકવાનો છે. જેના કારણે ટેક્સ ભરવામાંથી બચી શકાય છે.
કેટલીકવાર વિદેશમાં નોકરી કરતા હોવાથી જરૂરી છે
કેટલીકવાર વિદેશમાં નોકરી કરતા હોઇએ ત્યારે વિદેશની બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડે છે, જેના કારણે સ્થાનિક લોન, ભાડું અને રોજિંદા ખર્ચાનો વહીવટ અને વ્યવસ્થા કરવામાં સાનુકૂળતા રહે. જો આપ આ રીતે રહેતા હોવ તો આપે ઓફશોર બેંક એકાઉન્ટ ખોલાવવું જરૂરી બને છે.
ઓફ શોર એકાઉન્ટના લાભ શું છે?
ઓફ શોર બેંક એકાઉન્ટ ખોલાવવાના અનેક લાભ છે. જેના કારણે સરળતાથી આપના હોમ કન્ટ્રીમાં નાણા મોકલી શકાય છે. બીજું એ કે અનેક આંતરરાષ્ટ્રીય બેંકો આપને રોકાણ ક્યાં કરવું તેની સલાહ આપે છે. અનેક બેંકો ટેક્સ લાભ માટેની સુવિધાઓ આપે છે. જો કે આ બાબત વિવિધ દેશ અને ત્યાંના ધારા ધોરણો અનુસાર અલગ અલગ હોય છે.












Click it and Unblock the Notifications
