શું છે આધાર મિત્ર સેવા? જાણો કેવી રીતે આધાર અપડેટને સરળ બનાવશે?
આધાર કાર્ડને લઈને ઘણા લોકો પરેશાન થાય છે. હવે આ પરેશાનીનો હલ થવા જઈ રહ્યો છેય બહુ જલ્દી આધાર મિત્ર સેવા શરૂ થવા જઈ રહી છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નાગરિકોને તેમના આધાર-સંબંધિત પ્રશ્નોના હલ માટે એક નવો ઉકેલ રજૂ કર્યો છે.

આધાર મિત્ર એક ચેટબોટ છે, તે UIDAIની સત્તાવાર વેબસાઈટનો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ છે. તે લોકોની મદદ કરવાનું કામ કરે છે.
તેનું મુખ્ય કાર્ય આધાર-સંબંધિત વિવિધ સેવાઓ પર કાર્યક્ષમ જવાબો અને માર્ગદર્શન આપવાનું છે. જે લોકોને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ વિશે ઓછી જાણકારી છે તેમના માટે આ આધાર મિત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. અહીં તમે આધાર સંબંધિત બેઝિક પ્રશ્નોના જવાબો જાણી શકો છો.
આધાર મિત્ર ડિજિટલ વિશ્વમાં લોકો માટે આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ બનાવવાની દિશામાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી દ્વારા લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. તમારે નજીકના આધાર કેન્દ્રને શોધવાની જરૂર છે, આધાર અપડેટ વિનંતીનું સ્ટેટસ તપાસવું, તમારું ઈ-આધાર ડાઉનલોડ કરવું, ફરિયાદ નોંધાવવી અથવા હાલની ફરિયાદનું સ્ટેટસ ટ્રૅક કરવું, આધાર મિત્ર તમને મદદ કરવા તૈયાર છે.
જણાવી દઈએ કે અંગ્રેજી અને હિન્દી બંને ભાષાનો વિકલ્પ લોકોમાં આ ચેટબોટની પહોંચને વધુ વિસ્તૃત કરી રહ્યો છે, જેનાથી ભારતીય વસ્તીનો મોટો વર્ગ તેની સેવાઓનો લાભ લઈ શકે તે સુનિશ્ચિત કરી રહ્યું છે.
આધાર મિત્રનો ઉપયોગ કેવી રીતે કરવો?
- આધાર મિત્ર સાથે જોડાણ કરવું એકદમ સરળ છે. આ માટે યુઝરે UIDAI વેબસાઇટ (https://uidai.gov.in/) ની મુલાકાત લેવી પડશે અને Ask Aadhaar Friend વિકલ્પ શોધવો પડશે.
- આ સામાન્ય રીતે વેબસાઇટની નીચે જમણા ખૂણે જોવા મળે છે. આ વિકલ્પ પસંદ કરવાથી એક ચેટ વિન્ડો દેખાય છે.
- આ ચેટ વિન્ડોમાં તમારે તમારો પ્રશ્ન લખો. આમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે આધાર મિત્રના વિવિધ કાર્યોને સરળ બનાવવા માટે જરૂરી માહિતી આપવામાં આવે છે. તેની મદદરૂપ લિંક ઉપલબ્ધ છે અને આમાં તમે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
