ભારતમાં કેટલા પ્રકારના ફાઇનાન્શિયલ માર્કેટ્સ છે?
ભારતમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટના મધાંતાઓના મોઢે આપે અનેક બાબતો અને શબ્દો સાંભળ્યા હશે. પણ શું આપને ખ્યાલ છે કે ભારતમાં ફાઇનાન્શિયલ માર્કેટના કેટલા પ્રકારો હોય છે? ભારતમાં ફાઇનાન્શિયલ માર્કેટને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી દેવામાં આવ્યા છે.
આ બે પ્રકારો છે, કેપિટલ માર્કેટ અને ડેબ્ટ માર્કેટ. આ ઉપરાંત ભારતમાં ફોરેક્સ માર્કેટ પણ છે. જો કે આપણે મની માર્કેટ અને કેપિટલ માર્કેટનો ખ્યાલ મેળવીએ.

મની માર્કેટ
મની માર્કેટમાં મોટા ભાગે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડીલ્સ કરવામાં આવે છે. આ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટસ મોટા ભાગે શોર્ટ ટર્મના હોય છે. જે ખાસ કરીને એક વર્ષથી ઓછા સમયગાળાના હોય છે. તેનું રોકાણ મોટા ભાગે સરકારી રોકાણ સાધનો જેવા કે ડેટેડ સિક્યુરિટિઝ અને ટ્રેઝરી બિલમાં હોય છે. તેમાં કોમર્શિયલ પેપર જે સીપીના નામે લોકપ્રિય છે તેમાં , બેંક એસ્સેપ્ટન્સ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સમાં ડીલ કરે છે.
કેપિટલ માર્કેટ
કેપિટલ માર્કેટ ડેબ્ટ, ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તેમાં ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે. કેપિટલ માર્કેટમાં મોટા અને નાના બંને પ્રકારના રોકાણકારો હોય છે. તેમાં વ્યક્તિગત રોકાણકારો ઉપરાંત ફાઇનાન્શિયલ ઇન્સિટ્યુશન્સ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, નોન રેસિડન્સ ઇન્ડિયન્સ વગેરે પણ હોય છે. કેપિટલ માર્કેટના બે પેટા પ્રકાર છે. પ્રાઇમરિ માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરિ માર્કેટ આઇપીઓ સાથે ડીલ કરે છે. સેકન્ડરી માર્કેટ સ્ટોક્સ સાથે ડીલ કરે છે.
આ માર્કેટ્સ પર સેબી ખાસ નજર અને નિયંત્રણ રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
