બચતખાતુ મહિલાઓના નામે હોવાનો ફાયદો શું?
દેશમાં જેમ જેમ મહિલાઓ નોકરી કરીને આર્થિક રીતે સ્વતંત્ર બનતી જાય છે, તેમ તેમ તેમને ઉપયોગી હોય તેવી આર્થિક સેવાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. આજ કાલ મહિનાઓ તેમની ઇચ્છા અને સુગમતા અનુસાર ખર્ચ કરતી થઇ ગઇ છે. મહિલાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં અનેક બેંકો મહિલાઓ માટે વિશેષ બચત ખાતાની યોજનાઓ લઇને આવી છે. આ ઉપરાંત તેમના માટે વિશેષ કાર્ડ પણ આપવામાં આવે છે. જેના કારણે આ ખાતાઓ પર વિવિધ પ્રકારની છૂટ અને રાહતો ઉપલબ્ધ બને છે.
મહિલાઓ માટેના બચત ખાતા વિશે વિવિધ બેંકોની ઓફર્સ આ મુજબ છે...

HDFC મહિલા બચત ખાતુ
મહિલાઓના કાર્ડ પર વિવિધ ફીચર્સ જેમ કે ઇઝી શોપ વિમેન્સ એડવાન્ટેજ ડેબિટ કાર્ડ જેવા કે કેશ બેક ઓફર્સ જેમ કે દર રૂપિયા 200ની ખરીદી પર રૂપિયા 1નું કેશ બેક. ડેઇલી કેશ વિડ્રોઅલ લિમિટ રૂપિયા 25000 સુધી અને દરરોજની શોપિંગ લિમિટ રૂપિયા 1.25 લાખ સુધીની આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓના આ બચત ખાતાઓ પર વધારે વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત ટુ વ્હીલર, ઓટો, ગોલ્ડ અને પર્સનલ લોનના વ્યાજના દરો પર વિશેષ છુટ આપવામાં આવે છે.

ICICI બેંકનું એડવાન્ટેજ વિમેન સેવિંગ્સ એકાઉન્ટ
આ એકાઉન્ટ દ્વારા વિવિધ પ્રકારના લાભો ઓફર કરવામાં આવે છે. દેમાં ઝીરો બેલેન્સ, રૂપિયા 2000ની રિકરિંગ ડિપોઝિટ, ફ્રી એટપાર ચેક બુક, સ્પેશ્યલ વિમેન્ટ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ જેના પર મળે છે વિવિધ પ્રકારનું ડિસ્કાઉન્ટ્સ અને અન્ય ઓફર્સ, ઇન્ટરનેટ બેંકિંગ, ફોન બેંકિંદ અને એનિવેર બેંકિંગનો સમાવેશ થાય છે.

એક્સિસ બેંકનું મહિલા સેવિંગ્સ એકાઉન્ટ
અર્બન સેન્ટર્સમાં લઘુત્તમ ક્વાર્ટર્લી બેલેન્સ રૂપિયા 5000 હોવું જરૂરી છે. જ્યારે સેમી અર્બન સેન્ટર્સમાં આ મર્યાદા રૂપિયા 2500ની છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ મર્યાદા રૂપિયા 1000ની છે. આ ઉપરાંત ફ્રી એટપાર ચેકબુક, એસએમએસ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી સુવિધાઓ પણ મળે છે.

સાઉથ ઇન્ડિયન બેંક
સાઉથ ઇન્ડિયન બેંક બે પ્રકારની ડિઝાઇન વાળા મહિલાઓના માટે ખાસ બેંક સેવિંગ એકાઉન્ટ ઓફર કરે છે. જેને મહિલા સેલિંગ બેંક એકાઉન્ટ અને મહિલા પ્લસ સેવિંગ બેંક એકાઉન્ટ એવા નામ આપવામાં આવ્યા છે. તેમાં મહિલાઓને મળતા નિયમિત લાભો ઉપરાંત પ્રથમ વર્ષ માટે ફ્રી ઇન્શ્યોરન્સ કવર(ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને એક્સિડેન્ટલ ડેથ) આ ઉપરાંત અન્ય ખાતાઓમાંથી ફ્રી કેશ રેમિટન્સ જેવા લાભો મળે છે.

કોટક સેવિંગ એકાઉન્ટ
કોટક બેંક દ્વારા 6 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકર્સ પર ડિસ્કાઉન્ટ, કોટક સિલ્ક ડેબિટ કાર્ડ ઉપર વધારે વિડ્રોઅલ લિમિટ, રૂપિયા 4500 સુધીનું કેશબેક જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
