પેમેન્ટ બેંક્સ શું છે? ભારતમાં તે સફળ થશે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને માટે બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સેવિંગ બેંક એકાઉન્ટ્સને પ્રોત્સાહન મળે તેવા હેતુથી પેમેન્ટ્સ બેંકના વિચારને અમલમાં મૂક્યો છે. આવી સેવાઓ એવા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમના સુધી બેંકિંગ સુવિધા અપુરતી છે અથવા પહોંચી નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જોયું છે કે આવા લોકોમાં રેમેટેન્સની પણ જરૂર છે. કારણ કે તે મેક્રો અને માઇક્રો ઇકોનોમિક લાભો પણ ધરાવે છે. આ પેમેન્ટ બેંકો શરૂ કરવાનો મુખ્ય હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ્સ અને પેમેન્ટ્સ કે ચૂકવણીની સુવિધા પ્રદાન કરવાનો છે. આ સુવિધા ખાસ કરીને માઇગ્રન્ટ લેબર્સ, ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ, નાના બિઝનેસ અને અન્ય બિનસંગઠિત ક્ષેત્રના લોકો સુધી લાભ પહોંચાડવાનો છે.
આ પ્રકારની બેંકો ડિપોઝિટ્સ કે પેમેન્ટ્સમાં હાઇ વોલ્યુમ લો વેલ્યુ ટ્રાન્ઝિક્શનની સુવિધા આપે છે. આ વ્યવહારો સુરક્ષિત ટેક્નોલોજીની મદદથી કરવામાં આવે છે.
કોણ ખોલી શકે છે?
આ પ્રકારની પેમેન્ટ બેંકો ખોલવા માટે નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ, કોર્પોરેટ બીસીસ, મોબાઇલ ટેલિફોન કંપનીઓ, સુપર માર્કેટ ચેઇન્સ, કંપનીઓ, રિયલ એસ્ટેટ સેક્ટર કોઓપરેટિવ્સ અને પબ્લિક સેક્ટરની સંસ્થાઓ અરજી કરી શકે છે.
આ માટે રૂપિયા 100 કરોડની પેઇડ કેપિટલ હોવી જરૂરી છે. આ ઉપરાંત તેના ઓપરેશનલ પ્રમોટર્સ તેમાં 40 ટકા હિસ્સો ધરાવતા હોવા જોઇએ. આ પ્રથમ પાંચ વર્ષ સુધી બદલાઇ શકશે નહીં. બેંકમાં વિદેશી રોકાણ વર્તમાન એફડીઆઇ કાયદા પ્રમાણે થશે.
પેમેન્ટ બેંક્સ કેવી સેવાઓ પુરી પાડી શકે છે?
- ડિમાન્ડ ડિપોઝિટનો સ્વીકાર
- વિવિધ ચેનલ્સ મારફતે પેમેન્ટ્સ કે ચૂકવણી સેવા
- ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા
- અન્ય બેંકો સાથે બિઝનેસ કોરસ્પોન્ડેન્ટ તરીકે સેવા
- પેમેન્ટ બેંક લોન આપવાની કામગીરી કરી શકે નહીં
- પેમેન્ટ બેંક મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ, ઇન્શ્યોરન્સ અને પેન્શન પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકે છે
- તે વિદેશમાં પણ ચૂકવણી કરી શકે છે
- તે પ્રિપેઇડ કાર્ડ કે વોલેટ્સ બહાર પાડી શકે છે
- તેણે સીઆરઆર જાળવી રાખવો પડે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
