માર્જિન મની શું છે? ભારતમાં સ્ટોક એક્સચેન્જીસ શા માટે માર્જિન લાદે છે?
માર્જિન્સ બીજુ કશું નહીં પણ એડવાન્સ નાણા છે જે આપ આપના શેર બ્રોકરને શેર ખરીદવા કે વેચવા માટે આપો છો. ખાસ કરીને ફ્યુુચર માર્કેટમાં માર્જિન લાગુ પડે છે. આ માટે કંપનીઓનું ખાસ લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હોય છે અને તેમના શેર્સ પર કેટલું માર્જિન લેવામાં આવશે તે પણ નક્કી હોય છે.
અન્ય કોઇ બાબત સમજતા પહેલા એ સમજી લેવું જરૂરી છે કે માર્જિન શા માટે લાદવામાં આવે છે? આ સમજવા માટે એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપે રૂપિયા 10ના ભાવના 1000 શેર્સ ખરીદ્યા. આ માટે આપે કુલ રૂપિયા 10,000 ચૂકવ્યા છે. આપે આ નાણા કેટલાક દિવસો બાદ ચૂકવવાના હોય છે. હવે એવું બને કે આપે શેર્સ તો ખરીદી લીધા પણ આપની પાસે પૈસા નથી. આવા સમયે બ્રોકરેજ ફર્મ ખાતરી આપે છે કે તે નાણા ચૂકવવામાં આવશે.

આ કારણે ગ્રાહક જ્યારે પણ શેર ખરીદે છે ત્યારે તે પહેલા માર્જિન ચૂકવે છે. જો કોઇ કિસ્સામાં તે રકમ ચૂકવતો નથી તો એડવાન્સમાં ચૂકવેલા પૈસા નાણા રિકવરીમાં ઉપયોગમાં આવે છે. આ કારણે માર્જિન મની લેવામાં આવે છે.
ફ્યુચર માર્કેટમાં માર્જિન મની
ફ્યુચર માર્કેટમાં માર્જિન મનીનું ઘણું મહત્વ છે. ફ્યુચર માર્કેટમાં આપે ઇક્વિટી શેર્સ સાથે ડીલ કરવાનું હોતું નથી. અહીં શેર્સની ક્વૉન્ટિટી વધારે હોય છે જેના કારણે જે તે સ્ટોક્સના આધારે માર્જિન મની 15થી 30 ટકા ઉઘરાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
