યુપીના મુખ્યમંત્રી પણ કરવા માંગે છે ધર્મ પરિવર્તન
કાનપુર, 12 ડિસેમ્બર : આગ્રામાં 200 લોકોના જબરદસ્તી ધર્મપરિવર્તન સામે એક તરફ સંસદમાં ધર્માંતરણ મુદ્દે મોટી ધમાલ મચી છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ મુદ્દે મજાક કરી રહ્યા છે. તેમણે આ મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપ અમારું પણ ધર્મપરિવર્તન કરાવી દે, પણ તેઓ એ તો જણાવી દે કે અમને શું બનાવશે?
અખિલેશ યાદવે શુક્રવારે કાનપુરમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી માત્ર વિકાસ પર ધ્યાન આપે છે. તેમણે જણાવ્યું કે અમારી પાર્ટી ધર્મ, જાતિ કે સંપ્રદાયના મુદ્દાઓને છોડીને બાકીના અન્ય તમામ કાર્યો કરે છે.

તેમણે આ સાથે એવો દાવો પણ કર્યો કે સપાએ ઉત્તરપ્રદેશમાં વિકાસના સૌથી વધારે કાર્યો કર્યા છે. તેને જોતા ઇર્ષાવશ થઇને અનેક પ્રાટીઓ હવે ઉત્તર પ્રદેશનો માહોલ ખરાબ કરવામાં લાગી ગઇ છે.
તેમણે જણાવ્યું કે 'સમાજવાદી લોકો ભેદભાવ કરતા નથી. અમે તો તમામ વર્ગને યોજનાઓનો લાભ આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે કોઇની સાથે ભેદભાવ નથી કરતા. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર વાસ્તવિકતામાં વિશ્વાસ ધરાવે છે. લોકો અમને બદનામ કરવામાં લાગી ગયા છે. પરંતુ અમે પ્રદેશને પ્રગતિના પથ પર આગળ લાવવામાં લાગેલા છીએ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
