UPI Services Down : ફરીથી UPI ડાઉન થતા સોશિયલ મીડિયા પર હંગામો
UPI Services Down : દેશભરમાં યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI સેવાઓમાં ફરી એકવાર અવરોધ સર્જાયો છે. યુઝર્સને ડિજિટલ ચુકવણી કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યા હફ્તામાં બીજી વાર ઉભી થઈ છે. 26 માર્ચના રોજ પણ UPI સેવા વિક્ષેપગ્રસ્ત થઈ હતી, જેના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થયું હતું.

બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 449 થી વધુ ફરિયાદો નોંધાઈ છે. અંદાજે 53% વપરાશકર્તાઓએ ફંડ ટ્રાન્સફરમાં સમસ્યાની ફરિયાદ કરી. ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયામાં આ અવરોધ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સતત આવી સમસ્યા સર્જાતા UPI સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
UPI એક ઝડપી ચુકવણી સિસ્ટમ છે, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નિયંત્રિત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત અને સંચાલિત કરવામાં આવે છે.
NPCIએ અગાઉ 26 માર્ચના અવરોધ સમયે જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાઓના કારણે આ સમસ્યા સર્જાઈ હતી, જેને પછીથી સમાધાન કરવામાં આવી હતી.
વર્લ્ડલાઇનની 2H 2024 ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, 2024 ના બીજા હાફમાં UPI વ્યવહારનો વોલ્યુમ 42% વધીને 93.23 બિલિયન સુધી પહોંચ્યો છે.
વોલ્યુમ અને વેલ્યૂના દ્રષ્ટિકોણથી ત્રણ મુખ્ય UPI પ્લેટફોર્મ છે - ફોનપે, ગૂગલ પે અને પેટીએમ. સતત વધતા વપરાશ સાથે આવી ટેક્નિકલ સમસ્યાઓ સિસ્ટમ માટે મોટી પડકારરૂપ સાબિત થઈ રહી છે.
UPI દેશની સૌથી લોકપ્રિય પેમેન્ટ પ્રણાલીઓમાંની એક બની ગઈ છે. તેનાથી નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધી બધાને ફાયદો થાય છે. પરંતુ સતત આવી ટેક્નિકલ અવરોધો આ સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
