ભારતમાં ઇન્સાઇડર ટ્રેડિંગની ABCD
આપને ભારતમાં જન્મેલા અમેરિકન રજત કુમાર ગુપ્તાનું નામ યાદ હશે. અહીં એ જ રજત કુમાર ગુપ્તાની વાત થઇ રહી છે જે ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં કુખ્યાત બન્યા હતા. અમેરિકામાં ઇન્સાઇડર ટ્રેડિંગ કરવાના ગુનામાં હાલ તેઓ અમેરિકાની જેલમાં બે વર્ષની સજા કાપી રહ્યા છે.
ઇન્સાઇડર ટ્રેડિંગમાં આવી સજા શા માટે હોય છે? તે રોકાણકારો માટે કેવી રીતે નુકસાનકારક છે વગેરે બાબતો જાણવા માટે આવો જાણીએ શું છે ઇન્સાઇડર ટ્રેડિંગની ABCD...

ઇન્સાઇડર ટ્રેડિંગમાં શું થાય છે?
સરળ શબ્દોમાં સમજાવીએ તો કોઇપણ કંપનીની ગુપ્ત માહિતી મેળવીને તેના આધારે તે કંપનીના શેરોની મોટા પાયે ખરીદી કે વેચાણ કરીને નાણા બનાવવા એટલે ઇન્સાઇડર ટ્રેડિંગ.

ઇન્સાઇડર ટ્રેડિંગ કેવી રીતે શક્ય બને છે?
ઇન્સાઇડર ટ્રેડિંગ કેવી રીતે થાય છે તે સમજવા એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે કોઇ કંપનીના ડાયરેક્ટર પાસે તે કંપનીની તમામ ગુપ્ત માહિતી અને તેના ત્રિમાસિક પરિણામોની જાણકારી હોય છે. આ કારણે આપ સારી રીતે જાણો છો કે કંપનીના પરિણામોમાં નફો બમણો થયો છે. આ માહિતી સ્ટોક એક્સચેન્જને આપતા જ કંપનીના શેરના ભાવો વધી જશે.
આ કારણે જો આપ 100 રૂપિયાનો એક શેર ખરીદો તો કંપનીના પરિણામો જાહેર થયા બાદ તેને ઉંચી કિંમતે વેચીને નફો કરી શકાય છે. આ રીતે માહિતી મેળવીને તેનો ઉપયોગ નાણા બનાવવા માટે કર્યો એમ કહેવાય.

ઇન્સાઇડર માટે સેબીની વ્યાખ્યા
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી - SEBI)ની વ્યાખ્યા અનુસાર એવી વ્યક્તિને ઇન્સાઇડર ગણી શકાય જે કંપની સાથે સંકળાયેલી હોય અથવા કંપની સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે અને તેમની પાસે કંપનીની અપ્રકાશિત પરંતુ શેરના ભાવને અસરકર્તા માહિતી હોય તેને ઇન્સાઇડર ગણવામાં આવે છે.

શેરના ભાવને અસરકર્તા માહિતી કોને કહી શકાય?
એવી કોઇ પણ માહિતી જેના કારણે શેરના ભાવમાં વધારો કે ઘટાડો થઇ શકતો હોય તેને પાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન અથવા તો શેરના ભાવને અસરકર્તા માહિતી કહી શકાય. તેના કેટલાક ઉદાહરણ આ મુજબ છે.
અધિકારના મુદ્દા
ત્રિમાસિક પરિણામોનું સ્ટેટમેન્ટ
ફંડ મેળવવાના પ્લાન્સ
ટેકઓવર, મર્જર, જોડાણની માહિતી
શેર્સનું બાયબેક
અંડરટેકિંગનું વેચાણ
કંપનીના પ્લાન, કાર્ય કે પોલિસીમાં ફેરફાર

ઇન્સાઇડર ટ્રેડિંગમાં તપાસ
મોટા ભાગના કિસ્સામાં ઇન્સાઇડર ટ્રેડિંગ લિસ્ટેડ કંપનીઓના કિસ્સામાં જ થાય છે. જો કોઇ કંપનીમાં ઇન્સાઇડર ટ્રેડિંગ થયું હોવાનું બહાર આવે ત્યારે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તત્કાલ તેમાં તપાસના પગલાં લેવાના હોય છે. તેમાં કોઇ વ્યક્તિગત રીતે સંકળાયું હોવાની શંકા હોય તો તે જાણ કરવાની હોય છે. આ તપાસના સંદર્ભમાં ડિરેક્ટર્સ ઓડિટર્સની નિમણૂંક કરી શકે છે.

ભારતમાં શું જોગવાઇ?
ભારતમાં ઇન્સાઇડર ટ્રેડિંગ મોટો ગુનો છે. ઇન્સાઇડર ટ્રેડિંગના ગુનામાં ભૂતકાળમાં અનેક લોકો દોષિત ઠર્યા છે. વર્ષ 1990માં ઇન્સાઇડર ટ્રેડિંગની કિસ્સાઓ વધારે બહાર આવ્યા હતા. ત્યાર બાદ સેબી દ્વારા કડક પગલાં લેવામાં આવતા તેમાં ઘટાડો નોંધાયો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
