એક જ UAN નંબર પરના બે EPF એકાઉન્ટને મર્જ કરી શકાય છે, જાણો પુરી પ્રકિયા
નોકરિયાત વર્ગ માટે ઈપીએફ એકાઉન્ટ મોટી ઝંઝટ છે. નોકરી બદલાતા જ નવુ ઈપીએફ એકાઉન્ટ ઓપન થાય છે. આનાા કારણે ઘણા બધા એકાઉન્ટ થઈ જાય છે.
આ સમસ્યાનું સરળ સમાધાન પણ ઉપલબ્ધ છે. તમે તમારા બે ઈપીએફ એકાઉન્ટને સરળતાથી મર્જ કરીને એક જ એકાઉન્ટમાં તમામ રકમ એકઠી કરી શકો છો.

તમારા બધા EPF ખાતાઓને મર્જ કરીને તમને તમારા બધા પૈસા એક જ જગ્યાએ સરળતાથી મળી જશે. આજે અમે તમને આ પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે પણ ઘણા EPF ખાતાઓની સમસ્યાથી પરેશાન છો તો તમે તમારા બધા કર્મચારી ભવિષ્ય નિધિ ખાતાઓને સરળતાથી ઘરે પણ મર્જ કરવાની આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવ હોવો જરૂરી
તમારે એક બીજી વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે તમારા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને મર્જ કરવા માંગો છો તો તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબરનું સક્રિય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ નથી થયો તો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશો નહીં.
EPF ખાતાઓને મર્જ કરવાની પ્રક્રિયા
- જો તમે EPF એકાઉન્ટને મર્જ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે EPFOની વેબસાઈટ https://www.epfindia.gov.in/ પર જવું પડશે.
- આ પછી તમારે સર્વિસ એરિયામાં જઈને ફોર એમ્પ્લોઈઝના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- For Employees પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલશે. અહીં તમારે (One Employee-One EPF) એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક પેજ ખુલશે જેના પર તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરવાનું રહેશે.
- આ પછી તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમારા જૂના કર્મચારી ભવિષ્ય નિધિ ખાતાની વિગતો ઉપલબ્ધ હશે.
- તમારે તમારો EPF એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ પર ક્લિક કરવું પડશે.
- એકવાર તમે સબમિટ બટન પર ક્લિક કરી લો તે પછી તમારા એકાઉન્ટને મર્જ કરવા માટેની એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
- આ પછી તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો તે કંપની દ્વારા મંજૂરી આપવામાં આવશે. એકવાર તમારા એમ્પ્લોયર એકાઉન્ટને મર્જ કરવાની પરવાનગી આપે પછી બધા જૂના ખાતા તમારા નવા ખાતામાં મર્જ થઈ જશે અને તમે તમારા EPF ખાતામાં પૈસા સરળતાથી ચેક કરી શકશો.
- આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તમે તેને તમારા ઘરે બેસીને પણ પૂર્ણ કરી શકો છો. તમે તમારા મોબાઇલ અને લેપટોપથી આ પૂર્ણ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
