Twitter Blue In India : પેઇડ સર્વિસ શરૂ, ચુકવવા પડશે 900 પ્રતિ માસ, જાણો કેવી રીતે મળશે સુવિધા
Twitter Blue in India : ભારતમાં આજથી Twitter Blue સેવાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય યુઝર્સે Twitter Blue માટે ચૂકવણી કરવી પડશે. કંપની તરફથી Twitter Blue ની સર્વિસ માટે પ્રાથમિક પ્લાન 650 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે.
Twitter Blue In India : શોર્ટ ટેક્સ્ટ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર દ્વારા ભારતમાં Twitter Blue ની શરુઆત કરી દેવામાં આવી છે. Twitter Blue એક પેઇડ સર્વિસ હશે જેના માટે યુઝર્સ પાસેથી પૈસા વસુલવામાં આવશે.
આવા સમયે જે યુઝર્સ મોબાઇલમાં ટ્વીટર વાપરે છે, તેમણે માસિક 900 રૂપિયા ચુકવવા પડશે, જ્યારે વેબ યુઝર્સને Twitter Blue સર્વિસ માટે 650 માસિક ચુકવવા પડશે.

ટ્વીટર યુઝર્સને વાર્ષિક પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન Twitter Blue ની સેવાનો લાભ લેવા માટે ભારતીય યુઝર્સને 6800 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરવામાં આવ્યો છે.

આ દેશોમાં ભારત પહેલા શરૂ થઇ હતી Twitter Blue ની પેઈડ સર્વિસ
ઉલ્લેખનીય છે કે, કંપનીના નવા માલિક એલોન મસ્કે ગયા વર્ષે જ Twitter Blue ની પેઇડ સર્વિસ વિશે માહિતી આપી હતી. TwitterBlue ભારત પહેલા ઘણા દેશોમાં રજૂ કરવામાં આવ્યું છે.
ભારત પહેલા Twitter Blueની પેઈડ સર્વિસ અમેરિકા, કેનેડા, યુકે, ન્યુઝીલેન્ડ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં શરૂ થઈ ગઈ છે.
આ દેશોમાં યુઝર્સે Twitter Blue માટે દર મહિને 8 ડોલરની ફી ચૂકવવી પડશે. જ્યારે 1 વર્ષ માટે તે જ ફી ઘટાડીને 84 ડોલર કરવામાં આવી છે.

જો તમે Twitter Blue માટે ચૂકવણી કરો છો, તો તમને આ લાભો મળશે
Twitter Blue ની પેઈડ સર્વિસ લેવા પર યુઝર્સને કંપની તરફથી ઘણા ફાયદાઓ આપવામાં આવશે. જે યુઝર્સ Twitter Blue નીપેઈડ સર્વિસનો ઉપયોગ કરશે, તેમને 4000 શબ્દો સુધી ટ્વીટ કરવાની સુવિધા મળશે. એટલું જ નહીં, પેઇડ સર્વિસ લેનારા યુઝર્સને અન્યટ્વીટર યુઝર્સની સરખામણીમાં ઓછી જાહેરાતો જોવા મળશે.
આ સિવાય પેઇડ સર્વિસ લેનારા યુઝર્સના ટ્વીટ અને રિપ્લાયને પણ કંપની દ્વારા પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, પેઈડસર્વિસ લેનારા યુઝર્સને હાઈ ક્વોલિટીમાં વીડિયો અપલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવશે.

આ રીતે તમને Twitter Blue મળશે
Twitter Blue માટે સાઇન અપ કરવા માટે, પહેલા Twitter એપ ખોલો અને પ્રોફાઇલ મેનૂ પર જાઓ. આ પછી Twitter Blueપસંદ કરવાનું રહેશે. સબ્સ્ક્રાઇબ બટન પસંદ કરવાનું રહેશે.
આ પછી ફોન નંબરની ચકાસણી કરવી પડશે. સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનુંપાલન કરવાનું રહેશે. સબ્સ્ક્રિપ્શન ચુકવણીની પુષ્ટિ કર્યા બાદ, તમે Twitter Blue સભ્ય બનો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
