ટ્રાન્સપોટર્સ લડાયક મિજાજમાં : પહેલી એપ્રિલથી હડતાલ

આ અંગે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)ની એક બેઠક આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે મળી હતી. મિટીંગમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં 170%નો વધારો, આડેધડ ટોલટેક્ષ વસુલી, ગુજરાત સિવાયના રાજ્યોમાં પોલીસની અકારણ કનડગત, ડીઝલમાં દર મહિને વધારાતા ભાવો અને લાંબા સમયથી ટેક્ષના પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા સરકાર સાંભળે તે રીતે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ટ્રાન્સપોટર્સ દ્વારા હડતાલના માધ્યમનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં 26 રાજ્યોના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે 1 એપ્રિલ, 2013થી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડાં ફરતા બંધ કરવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુદી જુદી ચાર માંગણીઓ સંદર્ભે બેઠકમાં ઉંડી ચર્ચાઓ થઇ હતી.
આ મુદ્દાઓમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના પ્રિમીયમમાં 170%નો જંગી વધારો 1લી એપ્રિલથી લાદવામાં આવી રહ્યો છે તે મૃતપ્રાયઃ અવસ્થામાં પડેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડયા પર પાટા સમાન છે. દેશભરના ટોલનાકા ઉપર નિર્ધારીત ટેકસ વસૂલીના માપદંડને અનુસરવામાં આવતો નથી. અવાર-નવાર મનફાવે તેવો વધારો કરી દેવામાં આવે છે. ક્યાં કયાંક રિર્ટન પાસ પરાણે પકડાવી દેવામાં આવે છે.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પોલીસની અકારણ હેરાનગતીથી ટ્રાન્સપોર્ટ માલિકો ખૂબ પરેશાન છે. કેટલાક રાજ્યોમાં ખોટી રીતે ઓવરલોડના કેસો કરવાની ધમકી આપી નાણા પડાવવામાં આવે છે અને ક્યારેક ખોટા કેસો કરી ચાર-ચાર હજારની પાવતી પકડાવી દેવામાં આવે છે.
આ ઉપરાંત રોડટેક્સ, ગુડ્ઝ ટેક્સ, પ્રોફેશ્નલ ટેકસ, નેશનલ પરમીટ ટેક્સમાં ઘટાડવાની માંગણી કોઇ કાને ધરતું નથી. દર મહિને ડીઝલમાં 50 પૈસા - રૂપિયો વધારી સરકાર ચાણક્ય નિતિ વાપરી રહી છે. ડીઝલમાં જે રીતે વધારો થાય તે રીતે વેપારી પાસેથી ટ્રાન્સપોર્ટરોને ભાડા વધારો મળતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
