TRAI ની ડેડલાઈન પુરી, પસંદ નથી કરી શક્યા પ્લાન, તો જાણો શું થશે?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નિયમો અનુસાર, હવે નવા પેક પસંદ કરવાની છેલ્લી તારીખ હવે સમાપ્ત થઈ ગઈ છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નિયમો અનુસાર, હવે નવા પેક પસંદ કરવાની છેલ્લી તારીખ હવે સમાપ્ત થઈ ગઈ છે. 31 માર્ચ સુધીમાં તમારી પાસે તમારા નવા પેકને પસંદ કરવાનો વિકલ્પ હતો. આવા કિસ્સામાં પ્રશ્ન ઊભો થાય છે કે જો તમે ટ્રાયના નિયમો અનુસાર ચેનલની પસંદગી ન કરી, તો શું થશે? શું તમારું ટીવી ચેનલ બંધ થઈ જશે? શું તમે નહીં જોઈ શકો? અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: Reliance Jio એ ફ્રીમાં આપ્યા 10GB ડેટા, મળ્યા કે નહીં તે ચેક કરો

ટ્રાઈની ડેડલાઈન પૂરી
ટ્રાઈને તમામ કેબલ ઓપરેટર્સ અને ડીટીએચ ઓપરેટરો પાસેથી લોકોને તેમના પ્લાન પસંદ કરવાની સ્વતંત્રતા મળી છે. હવે તમે તમારી પસંદ મુજબ ચેનલ પસંદ કરીને તે જ ચેનલોની ચુકવણી કરી શકો છો. આ માટે, ટ્રાઈએ 31 માર્ચ સુધીનો સમય નક્કી કર્યો હતો. હવે જે લોકોએ સમય સીમા સમાપ્ત થયા પછી પણ તેમની પસંદગીની ચેનલ અથવા પ્લાન પસંદ કર્યો નથી, તો તેમના માટે ડીટીએચ અને કેબલ ટીવી ઓપરેટરો હાલ ના પ્લાનનો બેસ્ટ ફિટ પ્લાનમાં માઈગ્રેટ કરી રહ્યા છે.

તમારા માટે બેસ્ટ શું છે
કેબલ ટીવીના નવા નિયમો અનુસાર ટ્રાઈએ ટીવી વપરાશકર્તાઓને તેમની પસંદની ચેનલ પસંદ કરવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો અને પછી તેને વધારી 31 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. હવે આ ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે. આવા કિસ્સાઓમાં જે વપરાશકર્તાઓએ હજુ સુધી તેમની ચેનલો અથવા પેકની પસંદગી નથી કરી તેમના માટે ઓપરેટરો તેમના હાલના પેકથી બેસ્ટ ફીટ પ્લાનમાં માઈગ્રેટ કરી રહ્યા છે. આ બેસ્ટ ફિટ પ્લાનમાં તે ચેનલો આપવામાં આવશે જે તમારા હાલના ટીબી સબ્સ્ક્રિપ્શન પેકમાં હશે.

શું છે વિકલ્પ
ટ્રાઈએ બેસ્ટ ફિટ પ્લાન માટે કેબલ અને ડીટીએચ ઑપરેટર્સને સૂચના આપી છે કે તેઓ કોઈ પણ વપરાશકર્તાને બેસ્ટ ફિટ પ્લાનમાં માઈગ્રેટ કરીને વધુ પૈસા લઈ શકશે નહીં. ટ્રાઇના જણાવ્યા પ્રમાણે કેબલ ઓપરેટરોએ વપરાશકર્તાઓના બેસ્ટ ફિટ પેકને તેમના હાલના પેકની આસપાસ રાખવું આવશ્યક છે. જો તમને બેસ્ટ ફિટ પ્લાનને કારણે વધુ ચુકવણી કરવી પડી રહી છે, તો તમે તમારા કેબલ અને ડીટીએચ ઓપરેટરનો સંપર્ક કરી તમારા પેકને બદલી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
