Trai: લોકોને ખોટી માહિતી આપી રહ્યું હતું ટાટા સ્કાય
જો તમે ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાયના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં ટાટા સ્કાય પર તેના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે.
જો તમે ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાયના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં ટાટા સ્કાય પર તેના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે.
ટ્રાઇનો નવો ટેરિફ ઓર્ડર લાગુ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, પરંતુ ટાટા સ્કાયે પ્રેક્ષકો માટે હજુ પણ કોઈ પ્લાન ઓફર કર્યો નથી. કેટલાક દર્શકોએ આ વિશે ટેલિકોમ નિયમનકાર ટ્રાઇને ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ પર ટ્રાઇએ ટાટા સ્કાયને નવા ટેરિફ ઓર્ડર સાથે સંકળાયેલ સ્ટેટસ પર રિપોર્ટ ફાઇલ કરવા કહ્યું છે. આ સિવાય ટ્રાઈનું એમ પણ કેહવું છે કે ટાટા સ્કાય લોકોને ખોટી માહિતી આપી રહ્યું છે. ટ્રાઇ અનુસાર, ટાટા સ્કાય કહે છે કે નવા નિયમો અમલમાં મૂકવાની તારીખ 1 ફેબ્રુઆરીથી આગળ લંબાવામાં આવી છે.
આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે
ટ્રાઇએ સ્પષ્ટતા કરી હતી કે નવા ટેરિફ ઓર્ડર લાગૂ થવાની તારીખ આગળ લંબાવાના સમાચાર ખોટા છે. ફરિયાદ મુજબ ટાટા સ્કાય તેના પ્રેક્ષકો બતાવી રહ્યું છે કે નવો ટેરિફ ઓર્ડર 1 ફેબ્રુઆરી લાગૂ થવાનો હતો પરંતુ તેને આગળ લંબાવામાં આવ્યો છે, પરંતુ તે સંપૂર્ણપણે ખોટું છે. ટ્રાઈએ આ તારીખ લંબાવી નથી અને નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.

પસંદગીની ચેનલો માટે પે કરો
જોકે, ટ્રાઇના નવા ટેરિફ ઓર્ડર અનુસાર હવે દર્શકોને તે ચેનલ્સ માટે ચૂકવણી કરવી પડશે જે તેઓ જોવા માંગતા હોય. આ માટે બધા કેબલ અને ડીટીએચ ઓપરેટર્સને સૂચનો આપી દેવામાં આવ્યા છે કે તેઓ દર્શકોને તેમની પસંદગીની ચેનલ પસંદ કરવા માટે વિકલ્પ આપે. આ ઉપરાંત, તમામ ચેનલોની મહત્તમ કિંમતોને પણ તેમની વેબસાઇટ અથવા ટીવી સ્ક્રીન પર જ બતાવવામાં આવે.

20 થી 25 રૂપિયા પ્રતિ ચેનલ એક્સ્ટ્રા ચાર્જ
ટ્રાઇની નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકને સેવાઓનો ઉપયોગ કરવા માટે એક નેટવર્ક ક્ષમતા ચાર્જ 130 રૂપિયા + જીએસટી ચૂકવવું પડશે. આ ગ્રાહકને આપવામાં આવતી 100 ચેનલોનો ચાર્જ છે.
આ 100 ચેનલોમાં ટીવી ઓપરેટરોએ પ્રસાર ભારતીની 24 ચેનલો ફરજિયાત રાખવી પડશે. અને જો કોઈ ગ્રાહક 100 થી વધુ ચેનલો સબ્સ્ક્રાઇબ કરવા માંગે છે, તો તેને ચેનલ દીઠ 20-25 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ તરીકે ચૂકવવા પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
