આ 5 કામથી થશે Extra Income, એકદમ સહેલા કામ છે
જો તમને એવું લાગે છે કે તમારી નોકરીથી મળતી સેલરી તમારું કામ નથી ચલાવી શક્તી, તો તમારે એક્સ્ટ્રા ઈન્કમ અંગે વિચારવું જોઈએ.
જો તમને એવું લાગે છે કે તમારી નોકરીથી મળતી સેલરી તમારું કામ નથી ચલાવી શક્તી, તો તમારે એક્સ્ટ્રા ઈન્કમ અંગે વિચારવું જોઈએ. એવા સંખ્યાબંધ કામ છે, જે તમે નોકરી સાથે કરીને વધારાની આવક મેળવી શકો છો. જો કે કેટલાક લોકો તેને સાઈડ બિઝનેસ તરીકે ઓળખે છે, પરંતુ આ માટે તમારે રોજેરોજ કામ કરવું જરૂરી નથી. કેટલાક કામ એવા છે, જે અઠવાડિયામાં એક બે દિવસ કરવાથી જ વધારાની આવક થઈ શકે છે.
આ પણ વાંચો: જમીનમાં રોકાણ કરતા પહેલા આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી

દુનિયાભરમાં જાણીતા છે એક્સ્ટ્રા ઈન્કમ આપતા આ કામ
એક્સ્ટ્રા ઈન્કમ માટે થતા આ કામ આખી દુનિયામાં જાણીતા છે. તેમને નાના સ્તરથી લઈ મોટા સ્તર સુધી કરી શકાય છે. આ કામમાં કોઈ વધારાનું કામ કરવાની જરૂર નથી. તમે સહેલાઈથી અઠવાડિયામાં એક કે બે દિવસ કામ કરી શકો છો.

ટુરિઝમમાં છે કમાણીની તક
જો તમને ફરવાનો શોખ છે, કે પછી તમે કોઈ જગ્યા વિશે લખી શકો છો તો તમે ટુરિઝમ બ્લોગર તરીકે કામ કરી શકો છો. આ કામ ઝડપથી વિક્સી રહ્યું છે, અને ગમે ત્યાંથી કરી શકાય છે. તમે સપ્તાહમાં એક દિવસ ક્યાંક ફરવા જાવ, પછી તે જગ્યા અંગે એક સારો આર્ટિકલ બનાવીને ઓનલાઈન તમારા બ્લોગ કે યુટ્યુબ ચેનલ પર મૂકી દો. જો તમારો રિપોર્ટ લોકોને ગમશે, તો તમારા બ્લોગ પર મોટી સંખ્યામાં લોકો તેને વાંચશે. જેટલા વધુ લોકો તમારો બ્લોગ વાંચશે, તમારી કમાણી એટલી જ વધશે. એક ટોપ બ્લોગરના કહેવા પ્રમાણે રજાના દિવસે ફરવા જાવ અને પછી તમારો અનુભવ શૅર કરી દો. આ રીતે તમે વધારાની આવક રળી શકો છો. જો તમારો બ્લોગ વાંચનાર લોકોની સંખ્યા વધશે તો કેટલીકવાર કંપનીઓ સીધી જ જાહેરાત પણ આપે છે. આ જાહેરાતો લાખો રૂપિયાની હોઈ શકે છે.

પ્રોપર્ટીની ડીલ કરાવો
વિદેશોમાં આ કામ ખૂબ જ ફેલાઈ ચૂક્યુ છે, પરંતુ આપણા દેશમાં હજી કામની શરૂઆત છે. હાલ દેશના કેટલાક વિસ્તારોમાં આ કામ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. આમાં તમે મોટા ફ્લેટ્સ, લક્ઝુરિયસ પ્રોપર્ટી અને બીજા મોટા સોદા કરી શકો છો. આ સોદા કરાવવા માટે સાધારણ માર્કેટિંગ એપ્રોચ કામ નથી કરતો. જો તમે મોટા લોકો સાથે ઉટો બેસો છો, તો તમે તેમને તમારી વાત સહેલાઈથી સમજાવી શકો છો. આ કામમાં સારી વાત એ છે કે તે રોજેરોજ નથી કરવું પડતું. મોટા ક્લાયન્ટ હોવાને કારણએ તેમની એપોઈન્ટનમેન્ટ લેવી પડે છે. એટલે પહેલાથી સમય નક્કી હોવાને કારણે તમે પ્લાનિંગ પણ કરી શકો છો. આ મકામ કરવા માટે તમારે કોઈ લક્ઝરી પ્રોપર્ટી ડેવલપર પાસેથી માહિતી મેળવી શકો છો. જો આ કામ તમે કરશો તો બેહિસાબ કમાણી કરી શકો છો.

સ્પેશિયલ શિક્ષક બનીને કરો કમાણી
આજકાલ માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકોને કંઈક વધારે શીખવા મળે. જો તમારી પાસે આવું એડિશનલ ક્વોલિફિકેશન છે, તો તમારા માટે આ કામ બેસ્ટ છે. તમે સપ્તાહમાં એક કે બે દિવસ આ કામ કરીને કમાણી કરી શકો છો. આ ઉપરાંત તેમાં 1થી 2 કલાકનો જસમય જાય છે. વાલીઓની ઈચ્છા હોય છે કે તેમના બાળકો ફોરેન લેન્ગવેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, આર્ટ, સ્કલ્પચર, ડ્રોઈંગ, ઓરીગામીથી લઈ માર્શલ આર્ટ જેવી આર્ટ શીખે. આ ઉપરાંત ખાસ પ્રોબ્લેમ ધરાવતા બાળકોને સ્પેશિયલ ટ્યુટરની પણ જરૂ રહોય છે. જો તમે આ કામ કરશો તો તમારો આત્મ વિશ્વાસ વધશે, સાથે જ આવક પણ વધશે.

રિસ્ટોરેશનનો બિઝનેસ
આ કામ તમે તમારી પસંદગી પ્રમાણે કરી સકો છો. વિદેશમાં આ કામ બે રીતે થાય છે. પહેરી રીત એ છે કે લોકો તમારી પાસે તેમનો સામાન લઈને આવે અને તમે તેનેર રિપેર કરી દો. બીજી રીત છે કે તમે જૂન સામાન ખરીદો, તેને રિપેર કરો અને સારો બનાવીને વેચી દો. આ કામમાં કેટલો સમય આપવાનો છે, તે તમે જાતે જ નક્કી કરી શકો છો. જૂનો સામાન ખરીદવા માટે યુઝ્ડ સામાન વેચતી વેબસાઈટની મદદ લઈ શકો છો. અહીંથી જૂનો સામાન ખરીદી તેને સારો બનાવીને મોંઘા ભાવે વેચી શકો છો. તમે આ ધંધો વેબસાઈટની મદદથી પણ કરી શકો છો.

નાની જગ્યામાં બનાવો બગીચો
આજકાલ લોકોના ઘર નાના થતા જાય છે. પરંતુ દરેક વ્યક્તિને ઘરમાં બગીચો જોઈતો હોય છે. આ કામ સમાન્ય માળી નથી કરી શક્તો. જો તમારી પાસે નાની જગ્યાને બગીચામાં કન્વર્ટ કરવાની ક્ષમતા છે, તો તમે આ કામ કરી શકો છો. અઠવાડિયામાં એક કે બે દિવસમાં આ કામ ચાલી શકે છે, અને પૈસા પણ વધુ મળે છે. લોકો ઈચ્છે છે કે ઘરની છત પર કે બાલ્કનીમાં નાનકડો બગીચો બને. તમે 1 કે 2 ક્લાયન્ટથી કામ શરૂ કરી શકો છો. આ માટે ફીઝ તમે પ્લાન્ટની કિંમત, લેન્ડસ્કેપની ડિઝાઈન અને મેન્ટેનન્સના આધારે નક્કી કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
