બ્લેકબેરી સ્માર્ટફોન એ પણ માત્ર 10 હજારમાં
બ્લેકબેરી સ્માર્ટફોન પોતાના ફીચર્સથી વધારે સ્ટેટસ સિમ્બલના રૂપમાં જાણીતો છે. બ્લેકબેરીની શરુઆત 1999માં પેજરના રૂપમાં થઇ હતી, ત્યારબાદ 2002માં તેણે સ્માર્ટફોનના રૂપમાં નામના મેળવી જ્યારે તેણે પોતાનો પહેલો હેન્ડસેટ પુશમેલ, ટેક્સ્ટ મેસેજિંગ અને ઇન્ટરનેટ ફિચર સાથે લોન્ચ કર્યો. બ્લેકબેરી કેનેડાની કંપની રિસર્ચ ઇને મોશન દ્વારા વિકસિત કરવામાં આવ્યોછે. રિમ હેન્ડસેટની સાથે ડેટા નેટવર્કના ક્ષેત્રમાં જાણીતી કંપની છે.
કેવી રીતે પડ્યુ બ્લેકબેરીનું નામ
બ્લેકબેરીના નામની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે, ઘણા લોકોએ તેને સ્ટ્રોબેરીનું નામ આપ્યું પરંતુ અધિકારીઓને આ નામ પસંદ પડ્યું નહીં, લોકોનું કહેવું હતુ કે ડિવાઇસમાં સ્ટ્રોબેરીની જેમ નાના-નાના બટન પણ આપવામાં આવ્યા છે, તેથી તેનું નામ સ્ટ્રોબેરી યોગ્ય હશે, પરંતુ તેમાથી જ કોઇ અધિકારીએ બ્લેકબેરી નામ સુચવ્યુ, જે બધાને પસંદ પડ્યુ, ત્યારથી રિમે પોતાના હેન્ડસેટ્સ બ્લેકબેરીના નામથી કાઢવાનું શરૂ કર્યું.
બ્લેકબેરી હેન્ડસેટમાં સૌથી લેટેસ્ટ હેન્ડસેટ જેડ 10 છે જેની કિંમત 42,330 રૂપિયાની આસપાસ છે, આ ઉપરાંત બ્લેકબેરી કર્વ, બ્લેકબેરી બોલ્ડ, બ્લેકબેરી ક્યૂ 10, બ્લેકબેરી ટોર્ચ સ્માર્ટફોન, પોપ્યુલર હેન્ડસેટ છે. પરંતુ આજે અમે તમારી માટે કેટલાક એવા હેન્ડસેટ લાવ્યા છીએ, જેમની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો, આ ઓરિજિનલ બ્લેકબેરી હેન્ડસેટ છે જે થોડા સમય પહેલા લોન્ચ થયા હતા, પરંતુ આજે પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે.
આ તમામ બ્લેકબેરી હેન્ડસેટની કિંમત 10 હજાર રૂપિયાની આસપાસ છે, જો તમારું બજેટ ઓછુ છે અને તમે બ્લેકબેરીના દીવાના છો તો ઓનલાઇન સાઇટ્સ પરથી નીચે આપવામાં આવેલા બ્લેકબેરી સ્માર્ટફોનમાંથી કોઇપણ હેન્ડસેટ ખરીદી શકો છો.

બ્લેકબેરી પર્લ 3જી 9105
બ્લેકબેરી 5 ઓએસ
2.25 ઇન્ચની ટીએફટી સ્ક્રિન
3.2 મેગાપિક્સલ કેમેરા સાથે ઓટો ફોકસ અને લિડ લાઇટ સપોર્ટ
256 એમબી ઇન્ટરનલ મેમરી
32 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
બ્લેકબેરી મેપ્સ
ડોક્યુમેન્ટ વ્યુવર
એક્સલ

બ્લેકબેરી ટૂર 9630
ફૂલ ક્વાર્ટી કીપેડ સ્માર્ટફોન બ્લેકબેરી ઓએસ
2.4 ઇન્ચ ટીએફટી સ્ક્રિન
3.2 મેગાપિક્સલ કેમેરા, ઓટો ફોકસ અને લિડ ફ્લેશ
256 એમબી ઇન્ટરનલ મેમરી
8 જીબી એક્સપાન્ડેબલ મેમરી, માઇક્રોએસડી કાર્ટ સપોર્ટ
બ્લેકબેરી મેપ્સ
ડોક્યુમેન્ટ વ્યૂવર
વોયસ મેમો

બ્લેકબેરી 8830 વર્લ્ડ એડીશન
બ્લેકબેરી ઓએસ
2.8 ઇન્ચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન
64 એમબી ઇન્ટરનલ મેમરી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ એક્સપાન્ડેબલ મેમરી સપોર્ટ 1400 એમએએચ લિયોન બેટરી
960 કલાકની સ્ટેન્ડબાય ટાઇમ
5 કલાકનો ટોક ટાઇમ

બ્લેકબેરી 8820
બ્લેકબેરી ઓએસ
2.5 ઇન્ચની ટીએફટી સ્ક્રિન
64 એમબી ઇન્ટરનલ મેમરી, માઇક્રોએસડી કાર્ટ સ્લોટ
બ્લેકબેરી ડોક્યુમેન્ટ વ્યૂવર, પાવરપોઇન્ટ, પીડીએપ
1400 લિયોન બેટરી
520 કલાકનો ટોક ટાઇમ
5 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ

બ્લેકબેરી કર્વ 8320
બ્લેકબેરી ઓએસ
2.5 ઇન્ચની ટીએફટી સ્ક્રિન
2.0 મેગાપિક્સલ કેમેરા
64 એમબી ઇન્ટરનલ મેમરી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
એક્સપાન્ડેબલ મેમરી ઓપ્શન
બ્લેકબેરી ડોક્યુમેન્ટ વ્યૂવર, પાવરપોઇન્ટ, પીડીએફ

બ્લેકબેરી કર્વ 8310
બ્લેકબેરી ઓએસ
2.5 ઇન્ચની ટીએફટી સ્ક્રિન
2.0 મેગાપિક્સલ કેમેરા
64 એમબી એક્સપાન્ડેબલ મેમરી, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
બ્લેકબેરી ડોક્યુમેન્ટ વ્યુવર, પાવર પોઇન્ટ અને પીડીએફ વ્યૂવર

બ્લેકબેરી સ્ટાર્મ 9530
બ્લેકબેરી ઓએસ
3.25 ઇન્ચની ટીએફટી સ્ક્રિન
3.2 મેગાપિક્સલ કેમેરા
લિડ ઓટોફોકસ કેમેરા
1 જીબી ઇન્ટરનલ મેમરી, 16 ડીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
બ્લેકબેરી ડોક્યુમેન્ટ વ્યૂવર, પાવર પોઇન્ટ અને પીડીએફ વ્યૂવર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
