Tomato Price Hike: ભાવ વધ્યા બાદ ઓનલાઇ માર્કેટમાંથી ગાયબ થયા ટામેટા
Tomato Price Hike : સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે એક જ સપ્તાહમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા સમયે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક જેવા તમામ રાજ્યોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જ્યારે એક સપ્તાહ પહેલા આ જ ભાવ 40-50 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતો.
જથ્થાબંધ અને છૂટક બંને ભાવ સામાન્ય માણસના ખિસ્સા લૂંટી રહ્યા છે. બીજી તરફ જ્યારે ઓનલાઈન શાકભાજીની ડિલિવરી સર્વિસ પ્રોવાઇડ કરે છે તેવી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાં પણ ટામેટાના ભાવ ઘણા વધારે છે.

આવા સમયે ફ્લિપકાર્ટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ અને બ્લિંકિટ ગ્રોસરી ઓનલાઈન વેજીટેબલ ડિલિવરી એપ પરથી ટામેટા ગાયબ થઈ ગયા છે. અન્ય એપ્સની સ્થિતિ પણ આવી જ છે. ક્યાંક ભાવ માઇન્ડ બ્લોઇંગ છે, તો ક્યાંક સ્ટોક આઉટ છે.
ઓટીપી એપ
હાઇબ્રિડ ટામેટા - રૂપિયા 86 પ્રતિ કિલો
હાઇબ્રિડ રેડ ચેરી ટમેટા - 65 રૂપિયા પ્રતિ 100 ગ્રામ
ઓર્ગેનિક ટામેટા - આઉટ ઓફ સ્ટોક
મિલ્ક બાસ્ક
દેશી ટામેટા - 120 રૂપિયા પ્રતિ કિલો
બિગ બાસ્કેટ
ઓર્ગેનિક ટામેટા - રૂપિયા 85 પ્રતિ કિલો
હાઇ ટમેટા - રૂપિયા 80 પ્રતિ કિલો
હાઇ બ્રિડ રેડ ચેરી ટામેટાં - 34 રૂપિયા પ્રતિ 250 ગ્રામ
જિયો માર્ટ
ટામેટા - 80 રૂપિયા કિલો
ઝેપ્ટો એપ્લિકેશન
રેડ ચેરી ટમેટાં - 200 ગ્રામ માટે 61 રૂપિયા
swiggy instamart એપ્લિકેશન
ટામેટા - આઉટ ઓફ સ્ટોક
ચેરી ટમેટા - આઉટ ઓફ સ્ટોક
ફ્લિપકાર્ટ એપ્લિકેશન
ટામેટા - આઉટ ઓફ સ્ટોક
blinkit એપ્લિકેશન
ટામેટા - આઉટ ઓફ સ્ટોક
શું કહે છે સ્થાનિક રહીશો?
અમદાવાદના સ્થાનિક રહેવાસી મોહમ્મદ રાજુનું કહેવું છે કે, ટામેટાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં રેટમાં અચાનક વધારો થયો છે. ભારે વરસાદના કારણે ભાવમાં એકાએક વધારો થયો છે. વરસાદે ટામેટાંનો ભોગ લીધો છે.
રાજકોટના રહેવાસી અમિત પટેલના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ટમેટાની કિંમત 40-50 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતી. આ
અઠવાડિયે તેની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે. તેમાં અચાનક વધારો થયો છે. અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા છે. ભાવનગરના રહેવાસી પુલક પારેખ પણ કહે છે કે, માર્કેટમાં શાકભાજીની ગાડીમાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. જેની પાસે છે તે અડધી કિંમતે વેચી રહ્યો છે.












Click it and Unblock the Notifications
