ફિક્સ ડિપોઝિટમાંથી નાણા વધારવાની 5 સોનેરી ટિપ્સ
ફિક્સ ડિપોઝિટ્સ એ માત્ર આપની બચતનું સાધન અથવા તો નક્કી કરેલા સમયે નિશ્ચિત વ્યાજ મેળવવાનું સાધન માત્ર નથી. વાસ્તવમાં ફિક્સ ડિપોઝિટ (એફડી - FD) તેના કરતા પણ વિશેષ સાધન છે. અહીં અમે આપની સમક્ષ 5 સોનેરી ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેને ધ્યાનમાં રાખવાથી આપની બચતના નાણા અન્યોની સરખામણીએ વધી જશે.
આ પાંચ સોનેરી સૂચનો જાણવા માટે આગળ ક્લિક કરો...

હંમેશા વળતર ચકાસો
જો કોઇ કંપની ફિક્સ ડિપોઝિટ પર આપને વાર્ષિક 9.5 ટકાનું વ્યાજ ઓફર કરતી હોય અને કોઇ બેંક આપને આ જ વ્યાજદર આપતી હોય તો આપ બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવાનો વિકલ્પ પસંદ કરો. કારણ કે મોટા ભાગની બેંકો દર 3 મહિને વ્યાજની ગણતરી કરતી હોય છે. જ્યારે કંપનીઓ છ મહિને ગણતરી કરતી હોય છે. જેના કારણે એફડી પાકે ત્યારે ત્રિમાસિક વ્યાજવાળી એફડીનું વળતર ઊંચું હોય છે. આ કારણે માત્ર વ્યાજદર નહીં પણ તેનું વળતર પણ ચકાસો.

એનસીડી અને કંપની ડિપોઝિટને પણ ધ્યાનમાં રાખો
જો કે માત્ર બેંકની એફડી જ સારું વળતર આપે છે એવું નથી. કેટલીક ખાનગી કંપનીઓ આપની બચત પર ઊંચું વળતર આપે છે. બેંકોમાં વર્તમાન સમયમાં 9.3 ટકા જેટલો સરેરાશ વ્યાજદર ચાલી રહ્યો છે. જ્યારે એનસીડી આપને સરેરાશ 11 ટકા જેટલું વ્યાજ આપે છે. જો કે તેમાં જોખમ પણ રહેલું છે. આ કારણે જોખમ અને વળતરની ગણતરી કર્યા બાદ નિર્ણય લો.

ટીડીએસ આપનું વળતર ઘટાડી શકે છે
જો આપ કર પાત્ર આવક ધરાવતા નથી તો અચૂક રીતે ફોર્મ 15જી/એચ ભરીને આપવાનું રાખો. આમ નહીં કરતા તમારા વળતરમાંથી ટીડીએસ કપાઇ જશે. બેંકો ત્યારે ટીડીએસ કાપે છે જ્યારે આપનું વાર્ષિક વ્યાજ રૂપિયા 10,000થી વધી જતું હોય. જ્યારે કંપનીમાં મૂકવામાં આવતી ફિક્સ ડિપોઝિટમાં આ મર્યાદા માત્ર રૂપિયા 5,000ની છે. આ માટે ફોર્મ ભરીને આપતા આપને પૂરેપુરું વળતર મળશે.

પાકતી મુદત કરતા વહેલી એફડી ના ઉપાડો
એક વાત યાદ રાખો કે નિશ્ચિત સમય કરતા વહેલી એફડી ઉપાડવાથી આપને પેનલ્ટી લાગશે. જેના કારણે આપનું વળતર ઘટી જશે.

એફડીનું કમ્પાઉન્ડ ચેક કરો
કેટલીક બેંકો દર ત્રણ મહિને વ્યાજની ગણતરી કરતી હોય છે, જ્યારે કંપનીઓ છ મહિને ગણતરી કરતી હોય છે. આ ગણતરી તમે પણ કરો અને જેમાં વધારે વળતર હોય તે વિકલ્પ પસંદ કરવાથી તમને વધારે સારું વળતર મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
