ભારતીય રૂપિયાની સાથે આ ચલણોનું પણ થયું અવમૂલ્યન
મુંબઇ, 21 ઓગસ્ટ : ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં થઇ રહેલા સતત અવમૂલ્યનને કારણે ભારત સરકારની સાથે આર્થિક જગત પણ ચિંતામાં છે. વર્તમાન સ્થિતિમાં વધારે ચિંતાની બાબત એ છે કે અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયાનું અવમૂલ્યન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. આ સ્થિતિ અંગે મુંબઇના દલાલ સ્ટ્રીટના એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી સમયમાં રૂપિયાનું અવમૂલ્યન ચાલુ રહેશે જેના પગલે ડોલરની સામે રૂપિયાનો ભાવ 70 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
બીજી તરફ હકીકત એ પણ છે કે મુદ્રા કે ચલણના અવમૂલ્યનની સમસ્યાથી માત્ર ભારત દેશ એકલો પીડાઇ રહ્યો નથી. અવમૂલ્યનની ભરતીમાં ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશો પણ સપડાયા છે. આ તમામ દેશોના ચલણોનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. આવનારા દિવસોમાં તેમાં વધારે ઘટાડો નોંધાય એવી સંભાવના છે.

સરકારી તિજોરી ખાલી
(તસવીર - ભારતીય રૂપિયા)
વાસ્તવમાં વિશ્વના મોટા ભાગના વિકાસશીલ અર્થવ્યવસ્થાઓની સ્થિતિ હાલમાં આવી જ છે. આ તમામ દેશોની સમસ્યાઓ એક બીજા મળતી આવે છે. જેમાં આયાતનું વધતું બિલ, નિકાસમાં ઘટાડો, કમરતોડ મોંઘવારી અને ખાલી થઇ રહેલી સરકારી તિજોરીનો સમાવેશ થાય છે.

અવમૂલ્યન રોકવામાં સફળતા નહીં
(તસવીર - ઇન્ડોનેશિયન રૂપિયા)
ચલણના અવમૂલ્યનની ઘટતી જતી સમસ્યાને રોકવા માટે સમસ્યાનો સામનો કરી રહેલા દેશોએ એક બીજાને મળતા પગલાં પણ ઉઠાવ્યા છે. જો કે પોતાના દેશના ચલણનું અવમૂલ્યન રોકવામાં એક પણ દેશને સફળતા મળી નથી.

ડોલર સતત મજબૂત બન્યો
(તસવીર - બ્રાઝિલિયન રિયાસ)
સમસ્યાનું મૂળ એ છે કે અમેરિકન ડોલર સતત મજબૂત બની રહ્યો છે અને ઉર્જા કે પેટ્રોલિયમ પદાર્થોની આયાતને કારણે દેશોનું બિલ વધી રહ્યું છે. આ કારણે દેશોની મુદ્રાઓના મૂલ્યમાં ઘટાડો નોંધાય છે.

શેરબજાર કકડભૂસ
(તસવીર - આર્જેન્ટિનાનો પેસો)
દરેક દેશની સમસ્યાઓના તાર એકબીજા સાથે જોડાયેલા છે. ચલણના મૂલ્યમાં ઘટાડો થવાને કારણે વિદેશી રોકાણકારો પોતાના પૈસા કાઢી રહ્યા છે. જેના કારણે શેરબજારમાં શેરોના ભાવ પણ ઘટી રહ્યા છે. જો કે આ મુદ્રા સંકટ લાંબો સમય નહીં ચાલે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications