1 નવેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, જાણી લો ફાયદામાં રહેશો
1 નવેમ્બર, 2022માં 5 મોટા બદલાવ થવા જઇ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે. 1 નવેમ્બરથી ઘરેલુ ગેસ સિલિન્ડરની ખરીદીથી લઇને વીજ સબસીડી સહિતના ઘણી વસ્તુઓમાં ફેરફાર થશે. નિયમોની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે.
1 નવેમ્બર, 2022માં 5 મોટા બદલાવ થવા જઇ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે. 1 નવેમ્બરથી ઘરેલુ ગેસ સિલિન્ડરની ખરીદીથી લઇને વીજ સબસીડી સહિતના ઘણી વસ્તુઓમાં ફેરફાર થશે. નિયમોની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે. આમાંથી મોટા ભાગની બાબતો તમારી સુવિધામાં વધારો કરશે, તો અમુક તમારા ખીસ્સાનું વજન ઘટાડશે. આવા સમયે તમારે આ બદલાવ વિશે જાણી લેવાની જરૂર છે, જેથી તમારુ નુકસાન ન થાય.

1. વીમામાં KYC થશે ફરજિયાત
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ નોન-લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીખરીદવા માટે KYC ફરજિયાત બનાવ્યું છે. અત્યાર સુધી બિન-જીવન વીમા પોલિસી ખરીદતી વખતે KYC વિગતો પ્રદાન કરવીવૈકલ્પિક હતી.
એક લાખ રૂપિયાથી વધુના દાવાના કિસ્સામાં સ્વાસ્થ્ય અને વાહન વીમા જેવા બિન-જીવન વીમાના કિસ્સામાં અત્યાર સુધી તે માત્ર જીવન વીમા માટે જ ફરજિયાત હતું. પરંતુ 1 નવેમ્બરથી તે બધા માટે ફરજિયાત બની જશે. નવા અને જૂના ગ્રાહકો માટે KYC સંબંધિત નિયમો ફરજિયાત બનાવવામાં આવશે.

2. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને નવા દર જાહેર કરે છે. 1લીનવેમ્બરના રોજ પણ તેઓ 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર થયો છે.
એલપીજી ગેસ સિલિન્ડરના નવા દરો મુજબ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઇ ફેરફાર થયો નથી. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 115 રૂપિયાનો ઘટાડો થયો છે.

3. OTP આપ્યા પછી થશે LPG સિલિન્ડરની ડિલિવરી
એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. ગેસની ડિલિવરી વખતે તમારે OTP જણાવવોપડશે, તો જ તમને ગેસ સિલિન્ડર મળશે.

4. દિલ્હીમાં વીજળી સબસિડીનો નવો નિયમ લાગુ કરવામાં આવશે
દિલ્હીમાં 1 નવેમ્બરથી વીજળી સબસિડીનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત જેમણે સબસિડી માટે અરજી કરી નથી, તેઓએઓકટોબર માટે તેમના બિન-સબસિડીવાળા બિલ ચૂકવવાના રહેશે, પરંતુ તેઓ આવતા મહિને અરજી કરી શકશે. તે જ મહિનાની સબસિડીમેળવવા માટે સબસિડી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 31 ઓક્ટોબર, 2022 છે.

5. GST રિટર્ન માટે કોડ આપવામાં આવશે
GST રિટર્નના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GST રિટર્નમાં ચાર ડિટિચ સાથે HSN કોડ આપવો પડશે. પહેલા બે અંકનો કોડ નાખવો પડતો હતો.
આ અગાઉ પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રીલ, 2022થી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટ, 2022થી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
