Rule Change From 1st March 2024 : પહેલી માર્ચથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમને કેવી રીતે અસર કરશે?
ફેબ્રુઆરી મહિનો પુરો થવામાં છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ આ મહિને પણ ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે.
આ નિયમોમાં ફાસ્ટેગ, એલપીજી ગેસ સિલિન્ડર અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે.

એલપીજી સિલિન્ડરના ભાવ
એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઘરેલું કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. આ વખતે કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે.
સોશિયલ મીડિયાના નવા નિયમો
કેન્દ્ર સરકાર 1 માર્ચથી સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં IT નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા હતા. આ નવા નિયમો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, Facebook, YouTube અને Instagram પર ખોટા તથ્યો પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે.
ફાસ્ટેગ કેવાયસી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં તમારા ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નહીં કરો તો તમારા ફાસ્ટેગને નિષ્ક્રિય કરી શકાય છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.
બેંક રજાઓ
જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો માર્ચ 2023માં લગભગ 12 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની બે રજાઓનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રજાના કેલેન્ડર મુજબ, 11 અને 25 માર્ચે બીજા અને ચોથા શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રવિવારના કારણે 5, 12, 19 અને 26 તારીખે બેંક રજાઓ રહેશે.
SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1 માર્ચથી તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ માહિતી તેના ગ્રાહકોને મેઈલ દ્વારા મોકલી રહી છે.
GST નિયમોમાં ફેરફાર
કેન્દ્ર સરકાર 1 માર્ચથી GST નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. માર્ચ મહિનાથી 5 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. GST ટેક્સ સિસ્ટમ હેઠળ જ્યારે 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે ત્યારે ઇ-વે બિલ જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
