RBI ને નોટબંધી બાદ પૂછાયા આ 14 સવાલ, જાણો શું મળ્યો જવાબ
ભારતીય રિઝર્વ બેન્કને નોટબંધી બાદ અત્યાર સુધીમાં 14 સવાલ પૂછવામાં આવ્યા છે, જેમાંથી 11 જાન્યુઆરી સુધી ભારતીય રિઝર્વ બેન્કે માત્ર 5 સવાલોના જવાબ આપ્યા છે અને બાકીના સવાલોના જવાબ આપવાની ના પાડી દીધી છે.
નોટબંધી બાદ ભારતીય રિઝર્વ બેન્કને અનેક સવાલો પૂછવામાં આવ્યા છે. બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા ભારતીય રિઝર્વ બેન્કને અત્યાર સુધીમાં 14 સવાલો પૂછવામાં આવ્યા છે, પરંતુ 11 જાન્યુઆરી સુધીમાં બેન્કે આમાંથી માત્ર 5 જ સવાલોના જવાબ આપ્યા છે. બાકીના 9 સવાલોમાંથી અમુક બીજા વિભાગને ટ્રાન્સફર કર્યા છે અને અમુકના જવાબ આપવાની ના પાડી દીધી છે. જે 5 સવાલોના જવાબ મળ્યા છે, તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે 8 નવેમ્બર પહેલા ભારતીય રિઝર્વ બેન્કના બોર્ડે નોટબંધી અંગે કોઇ ચર્ચા જ નથી કરી.

- જ્યારે ભારતીય રિઝર્વ બેન્કને પૂછવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં કેટલી જૂની નોટો બેન્કમાં જમા થઇ છે, તેના જવાબમાં કેન્દ્રિય બેન્કે કહ્યું હતું કે, હાલ આ સવાલનો જવાબ આપવા માટેની જરૂરી જાણકારી તેમની પાસે ઉપલબ્ધ નથી.
- નવી ચલણી નોટોના છાપકામ સંબંધિત બે સવાલો ભારતીય રિઝર્વ બેન્કે એ ઓર્ગેનાઇઝેશનને ટ્રાન્સફર કરી દીધા, જે પ્રિન્ટિંગ પ્રેસનું કામકાજ જુએ છે.
- ભારતીય રિઝર્વ બેન્કને પૂછવામાં આવ્યું હતું કે, એ કઇ વાત છે જેનાથી પ્રેરિત થઇ તેમણે નોટબંધી પર ચર્ચા કરી અને તેને મંજૂરી આપી? આ સવાલના જવાબમાં બેન્કે કહ્યું કે, આરટીઆઇ એક્ટમાં 'સૂચના'ની જે વ્યાખ્યા આપવામાં આવી છે, એની અંતર્ગત આ સવાલ નથી આવતો.
- આવો સવાલ ભારતીય રિઝર્વ બેન્કને ત્રણવાર પૂછવામાં આવ્યો હતો, જેમાંથી 2 વાર તેમણે એક સરખો જ જવાબ આપ્યો, પરંતુ ત્રીજી વાર જવાબ જ બદલાઇ ગયો. પહેલી બે વાર તેમણ કહ્યું કે, આ નિર્ણય પૂર્ણ બહુમત સાથે પાસ થયો હતો અને ત્રીજી વાર તેમને જવાબ આવ્યો, કે આ જાણકારી રેકોર્ડમાં ઉપલબ્ધ નથી.
- જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, જે સાંજે નોટબંધીની ઘોષણા થઇ, ત્યારે બેન્ક પાસે કેટલી સંખ્યામાં જૂની ચલણી નોટો હતી? તો તેમણે આ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આ જાણકારી લોકોને આપનારને જાનનું જોખમ ઊભું થાય એવું બને.
- બીજા પણ બે સવાલો એવા છે, જેનો જવાબ આપવાની બેન્કે ના પાડી દીધી હતી. પહેલો સવાલ હતો કે, નોટબંધી લાગુ કરવા માટે તેમણે શું તૈયારીઓ કરી હતી અને બીજો સવાલ, કે નોટબંધીથી પડનારી અસર વિશે તેમણે શું અભ્યાસ કર્યો હતો? આ બંન્ને સવાલોના જવાબમાં બેન્કે કહ્યું કે, આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, જેનાથી દેશની સુરક્ષા જોખમાઇ શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
