IT સેક્ટરમાં ‘વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર, તૈયાર થઈ રહી છે યોજના
'વર્ક ફ્રોમ હોમ'ના કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે.
'વર્ક ફ્રોમ હોમ'ના કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. IT/ITES સેક્ટરમાં માત્ર કર્મચારી નહિ પરંતુ એમ્પ્લોયર માટે પણ ફાઈનાન્સિયલ સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. સરકારની આ નવી સ્કીમથી આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન મળશે. વાસ્તવમાં સરકાર આના માટે એમ્પ્લોયલ અને એમ્પ્લોઈ બંનેને ફાઈનાન્સિયલ ઈનસેંટીવને પ્રોત્સાહન આપવા પર વિચાર કરી રહી છે.

વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન
ધ હિંદુના રિપોર્ટ મુજબ સરકાર આઈટીમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે સરકાર 270 કરોડ રૂપિયાની યોજના લાવવા પર વિચાર કરી રહી છે. આને પ્રોત્સાહન આપવા માટે આઈટી સેક્ટરને પ્રોત્સાહન રકમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેનો લાભ કંપની અને કર્મચારી બંનેને મળશે. આ રિપોર્ટ મુજબ આ યોજનનો લાભ કંપની અને કર્મચારી બંનેને મળશે જેમને ઘરેથી કામ કરવાની વ્યવસ્થા મળશે. ખાસ કરીને મહિલાઓ અને શારીરિકરીતે દિવ્યાગ કર્મચારીઓને લાભ મળશે.

3 વર્ષમાં 270 કરોડ રૂપિયા ખર્ચ
વર્ક ફ્રોમ હોમ યોજના ખાસ કરીને મહિલાઓ અને દિવ્યાંગોને લાભ પહોંચાડશે. આના માટે સરકારે 3 વર્ષ એટલે કે 31 માર્ચ 2022 સુધી 270 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના તૈયાર કરી છે. વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા પાછળ સરકારનો ઉદેશ્ય ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસ IT/ITESમાં નોકરીના નવા સ્કોપ શોધવાનો છે. આઈટી મંત્રાલય મુજબ આ યોજનાથી નવા ટેલેન્ટને પ્રોત્સાહન મળશે. જે લોકો ઓફિસ ન જઈ શકવાની મજબૂરીના કારણે આ સેક્ટર સાથે જોડાવામાં ખચકાટ અનુભવે છે તેમને પણ આ સેક્ટરમાં આવવાનો મોકો મળશે.

લેબર લૉમાં મળી શકે છે છૂટ
જો આઈટી કંપનીઓમાં આ નવા કલ્ચરને પ્રોત્સાહન મળે તો આનો લાભ ખાસ કરીને એ મહિલાઓને મળશે જે પોતાનો ફૂલ ટાઈમ ઓફિસમાં નથી આપી શકતી. તેમને પણ આ સેક્ટરથી જોડાવાનો મોકો મળશે. સરકાર ‘work-from-home' પૉલિસી હેઠળ લેબર લૉમાં છૂટ આપી શકે છે. જે રીતે સ્ટાર્ટ અપ કંપનીઓને લેબર કાયદામાં છૂટ આપવામાં આવે છે તે જ રીતે આઈટી કંપનીઓને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે છૂટ આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
