ક્યાં છે એપલમાં કામ કરનારા આ 10 કર્મચારી?
એપલને આખા વિશ્વ સામે લાવવાનો શ્રેય સ્ટીવ જોબ્સને જાય છે. એક ગેરેજમાંથી શરૂ કરવામાં આવેલી એપલ આજે વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાની એક છે. એપલની સફળતાં પાછળ સ્ટીવ જોબ્સની અથાગ મહેનત હોવાનું માનવામાં આવે છે, પરંતુ એપલને અહીં સુધી પહોંચાડવા પાછળ માત્ર સ્ટીવ જોબ્સની મહેનત નથી. એપલમા પ્રારંભિક સફરમાં એવા અનેક લોકો સામેલ હતા, જે એપલ સાથે ત્યારે જોડાયા હતા, જ્યારે એપલ એક નાની અમથી કંપની હતી. એપલના પહેલા સીઇઓ માઇકલ સ્કોટ હતા, માઇકલ સ્કોટ જોડાયા તે પહેલા એપલમાં કર્મચારીઓને પેરોલ પર રાખવામાં આવતા હતા, ત્યારબાદ એપલમા અનેક પરીવર્તન કરવામાં આવ્યા.
એપલના શરૂઆતના કર્મચારીઓમાં સ્ટીવ વોજનેક પણ હતા, જે એપલના કોફાઉન્ડર પણ છે. વોજનેક અનુસાર એપલના ટોપ 10 કર્મચારીઓમાં માઇકલ માર્કકુલા, બિલ ફર્નાડિઝ, રોડ હોલ્ટ, રેંડી વિગ્ટન, માઇકલ સ્કોટ, ક્રિસ સ્પિનાઝા, શેરી લિવિંગસ્ટન, ગેરી માર્ટિન પ્રમુખ હતા. તો ચાલો તસવીરો થકી એપલના ટોપ 10 કર્માચારીઓ અંગે.

ગેરી માર્ટિન
ગેરી માર્ટિને 1983 સુધી એપલનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ તે સ્ટારબકમાં જતા રહ્યા. સ્ટારબક સ્પેશ ટ્રાવેલિંગ કંપની છે. હાલ ગેરી એક પ્રાઇવેટ ઇન્વેસ્ટરન છે અને સાથે જ લિયો નોવસ નામની કંપનીના બોર્ડમાં પણ સામેલ છે.

શેરી લિવિંગસ્ટન
શેરી લિવિંગસ્ટન એપલમાં કામ કરનારી પહેલી સેક્રેટરી હતી, માઇકલ સ્કોટે લિવિંગસ્ટનને હાયર કર્યા હાત. એ સમયે લિવિંગસ્ટન એપલમાં તમામ પ્રકારના કામ સંભાળતી હતી, હાલ તે કઇ કંપનીમાં કામ કરે છે તે અંગે જાણી શકાયું નથી.

ક્રિસ ઇસપિનોઝા
ક્રિસ ઇસપિનોઝાએ એપલને 14 વર્ષની ઉમરે જોઇન્ટ કરી હતી. ત્યારે તે હાઇસ્કૂલમાં હતા. હજું પણ તે એપલ સાથે જ જોડાયેલા છે.

માઇકલ સ્કોટ
સ્કોટ એપલના પહેલા સીઇઓ હતા, સાથે જ એક અમેરિકન ઇન્ટરપ્રેનિયોર પણ હતા. બાદમાં તેણે પોતાનું સીઇઓ પદ માઇક મારકુલાને આપી દીધું.

રેંડી વિગ્ટન
રેંડી વિગ્ટન એપલમાં રીરાઇટિંગનું કામ કરતા હતા. ત્યાર બાદ તેમણે ઇબે, ગુગલ, ચેગ જેવી કંપનીઓમાં પણ કામ કર્યું, હાલના સમેય તે સ્ક્વાયર કંપનીમાં કામ કરી રહ્યાં છે.

રોડ હોલ્ટ
હોલ્ટ એલમાં ડિઝાઇનર હતા, હોલ્ટે એપલ IIમાં પાવર સપ્લાઇને ડેવલન કરવામાં ઘણી મદદ કરી હતી.

બિલ ફર્નાડિઝ
બિલ ફર્નાડિઝ બે સ્ટિવ્સ પછીના પહેલા કર્મચારી હતા. તેઓ 1993 સુધી એપલ સાથે જોડાયેલા રહ્યાં હતા.

માઇક માર્કકુલા
માઇક માર્કકુલા એપલના મની મેન છે. તેમણે એપલમાં 250,000 ડોલરનું રોકાણ કર્યું હતું. તેમજ તેમણે કંપનીને મેનેજ કરવામાં પણ ઘણી મદદ કરી હતી.

સ્ટીવ જોબ્સ
એપલને આખા વિશ્વની સામે લાવવાનો શ્રેય સ્ટીવ જોબ્સને જાય છે. જોબ્સની અથાગ મહેનતના કારણે આજે એપલ આ મુકામ પર પહોંચી છે.

સ્ટીવ વાજેનિક
સ્ટીવ વાજેનિક એક ટેક્નિકલ એક્સપર્ટ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
