EPF Interest Hike : નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે, આ વર્ષે વધશે PF પરનું વ્યાજ
નોકરિયાત વર્ગ માટે પીએફનું અલગ મહત્વ છે.પીએફમાં રૂપિયા જમા થવા સાથે દર વર્ષે મોટુ વ્યાજ પણ મળે છે. આવતા વર્ષે પણ પીએફ પર સારૂ વ્યાજ મળવા જઈ રહ્યું છે.
આ માહિતી ખાસ એ લોકો માટે છે જે નોકરી કરી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, આ બેઠક બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વ્યાજ દર વધારીને 8.25 ટકા કરી દીધો છે. આના કારણે જે લોકો તેમના પીએફમાં પૈસા કાપી રહ્યા છે તેમને ગયા વર્ષ કરતા વધુ વ્યાજ મળશે. ગયા વર્ષે આ વ્યાજદર 8.15 ટકા હતો.
આ સમાચારે નોકરીયાત લોકોને રાહત આપી છે. હવે તમને પહેલા કરતા વધુ વ્યાજ મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક પહેલા જ ઈપીએફ પર વ્યાજ દર વધારવાના સંકેત આપવામાં આવ્યા હતા.
મીટીંગ અંગે માહિતી આપતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કહ્યું કે, મોંઘવારીની અસરને જોતા આ વખતે કર્મચારી ભવિષ્ય નિધિના વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, EPFO દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના આ નિર્ણયથી દેશભરના 6.5 કરોડથી વધુ પગારધારકોને ફાયદો થશે.
જણાવી દઈએ કે, વ્યાજ દર વધારવાનું મુખ્ય કારણ EPFOને રોકાણ પર સારું વળતર મેળવવાનું છે. મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નાણાકીય વર્ષમાં EPFO એ ઇક્વિટી અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે અને તેના પર સંસ્થાને ઉત્તમ વળતર મળ્યું છે.
આ સાથે કોવિડ માટે ઉપાડવામાં આવતી રકમમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જણાવી દઈએ કે શનિવારે યોજાયેલી બેઠક ટ્રસ્ટીઓની 235મી બેઠક હતી.
જો કે બોર્ડ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી બાદ નાણા મંત્રાલયને મોકલવો પડશે. એકવાર આ વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા પસાર થઈ જશે ત્યારબાદ જ આ વ્યાજ દર લોકોના ખાતામાં જમા થશે.
નોંધનીય છે કે, અગાઉ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં મળતું વ્યાજ 8.15 ટકા હતું. જે 2023 માં વધારાયુ હતું. આ પહેલા ભવિષ્ય નિધિ ખાતા ધારકોને 8.1 ટકા વ્યાજ મળતું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
