ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કર રાહતનો સમયગાળો વધી શકે
નવી દિલ્હી, 29 નવેમ્બર : આર્થિક સંકટ અને ઘટતા વેચાણનો સામનો કરતા ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર કાર ઉત્પાદકોને એકસાઇઝ ડયુટીની રાહત 31 ડિસેમ્બર પછી પણ ચાલુ રાખશે એવી શક્યતા ઉભી થઇ રહી છે.
આ મુદ્દે નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ઓટો ઉદ્યોગ ઊંચા વ્યાજદરના કારણે નબળી માંગનો સામનો કરે છે. તેના લીધે કારના વેચાણમાં ઘટાડો થયો છે. સરકાર ઓટો સેકટરને 31 ડિસેમ્બર પછી પણ કર રાહત જારી રાખે તેવી સંભાવના છે.

મંદીમાં સપડાયેલા ઓટો ઉદ્યોગને આ વર્ષે ફેબ્રુઆરીમાં એકસાઇઝ ડયુટીમાં રાહત આપવામાં આવી હતી અને જો આ રાહત લંબાવવામાં ન આવે તો 31મી ડિસેમ્બરે તેની સમયમર્યાદા પુરી થઇ જવાની છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઓટો સેકટરનું વેચાણ દબાણ હેઠળ રહ્યું છે.
તહેવારોની મોસમમાં પણ વાહનોના વેચાણમાં ધાર્યો વધારો નોંધાઇ શક્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
