ટાટા ગ્રૂપ UK માં કાર બેટરી પ્લાન્ટ સ્થાપવા 4 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે
ભારતની અગ્રણી કાર ઉત્પાદક કંપની ટાટા ગ્રુપે મોટી જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ આવનારા સમયમાં બ્રિટનમાં એક મોટી બેટરી સેલ ફેક્ટરી સ્થાપવા જઈ રહ્યું છે. ટાટા સન્સે યુકેમાં વૈશ્વિક બેટરી સેલ ગીગાફેક્ટરી સ્થાપવાની તેની યોજનાની જાહેરાત કરી છે.

કંપનીએ આ માટે 4 અબજ પાઉન્ડથી વધુનું રોકાણ કરવાની યોજના જણાવી છે. આ ફેક્ટરી વાર્ષિક 40 GW સેલનું ઉત્પાદન કરશે. આ પગલું ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ માટે ટાટા ગ્રૂપની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. આ યુકેમાં મોટા પાયે સ્પર્ધાત્મક ગ્રીન ટેક ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે.












Click it and Unblock the Notifications
