કેવી રીતે ખેડૂતનો દીકરો બન્યો કરોડોની કંપનીનો માલિક, પીપી રેડ્ડીની સફળતાની કહાની
PP Reddy Success Story: પીપી રેડ્ડી દેશના 54માં સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સે તેમની કુલ સંપત્તિ અંદાજે 37 હજાર 300 કરોડ રૂપિયા આંકી છે. 360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર, આ બિઝનેસ ટાયકૂન એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં સૌથી ધનિક વ્યક્તિ છે.
પીપી રેડ્ડીએ છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 24 હજાર 700 કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. પીપી રેડ્ડીને આ બિઝનેસ વારસામાં મળ્યો છે, એમ તમે વિચારતા હોય તો તમે બિલકુલ ખોટુ છે.

પી પી રેડ્ડીનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ તેમના માતા-પિતાનું પાંચમું સંતાન છે. તેમના પરિવારમાં કોઈને બિઝનેસ સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ 1989માં રેડ્ડીએ બે કર્મચારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી.
આ કંપનીએ છેલ્લા 33 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે અને તેમને ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ કર્યા છે. પીપી રેડ્ડીની કંપનીનું નામ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે. શરૂઆતમાં પીપી રેડ્ડીની કંપની નગરપાલિકાઓ માટે નાની પાઈપો બનાવતી હતી.
લગભગ 2 વર્ષ પછી, પીપી રેડ્ડીના ભત્રીજા પીવી કૃષ્ણા રેડ્ડી પણ કંપનીમાં જોડાયા. આ પછી બંનેએ ક્યારેય પાછું વળીને જોયું નથી. નાની પાઈપલાઈનો બનાવતી મેઘા એન્જીનીયરીંગે રસ્તાઓ, ડેમ અને કુદરતી ગેસ વિતરણ નેટવર્ક અને લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કર્યું.
હવે કંપનીએ પોતાની જાતને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણમાં વિશેષતા ધરાવતી એક મોટી ખેલાડી તરીકે સ્થાપિત કરી છે. રેડ્ડીની કંપનીએ ભારતનો સૌથી મોટો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ બનાવ્યો છે. રેડ્ડી હૈદરાબાદમાં એક આલીશાન ઘરમાં રહે છે. આ ઘરને ડાયમંડ હાઉસ કહેવામાં આવે છે. રેડ્ડીનો પોતાનો ખાનગી ગોલ્ફ કોર્સ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
