Stock to watch : 4 એપ્રિલે આ સ્ટૉક્સ પર નજર રાખો, જોવા મળી શકે છે મોટી ઉથલપાથલ
Stock to watch : આગામી ટ્રેડિંગ દિવસ એટલે કે 4 એપ્રિલ માટે કેટલાક મહત્વપૂર્ણ સ્ટોક્સ જણાવવા જઈ રહ્યાં છીએ. હાલની સ્થિતીએ આ શેરમાં 4 એપ્રિલે મોટા ફેરફાર જોવા મળી શકે છે.
આજે UltraTech Cement, Jio Financial, Avenue Supermarts, Nestle India, Fortis Healthcare, Jupiter Wagons, Paras Defence અને RBL Bank જેવા સ્ટોક્સ ચર્ચામાં રહ્યાં છે અને આગામી દિવસે તેમાં ફેરફાર જોવા મળશે.

UltraTech Cement
Aditya Birla Groupની મુખ્ય કંપની UltraTech Cementએ જાહેરાત કરી છે કે તે Wonder WallCareમાં 100% ઈક્વિટી હસ્તગત કરશે. આ સોદો 235 કરોડ સુધીના એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર થશે.
કંપનીએ Wonder WallCareના હાલના શેર્સહોલ્ડર્સ સાથે Share Purchase Agreement પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ 90 દિવસમાં regulatory approvals અને complianceને ધ્યાને રાખીને પૂર્ણ થઈ શકે તેવી આશા છે.
Jio Financial
Jio Financial અને BlackRockએ મળીને Jio BlackRock Investment Advisers Private Limitedમાં 6.65 કરોડ ઈક્વિટી શેર્સ 10 રૂપિયા ફેસ વેલ્યુ પર ખરીદ્યા છે. આના કારણે કુલ રોકાણ 66.5 કરોડ થયું છે.
આ સાથે આ વેન્ચરમાં અત્યાર સુધીમાં કુલ મૂડી 84.5 કરોડ થઈ છે. આ ટ્રાન્જેક્શન arm's length basis પર related-party transaction તરીકે વર્ગીકૃત કરાયુ છે.
Avenue Supermarts (DMart)
Avenue Supermartsએ Q4 FY25 માટે 14,462.39 કરોડની standalone આવક નોંધાવી છે, જે ગયા વર્ષના સમાન ગાળાના 12,393.46 કરોડ કરતા 16.7% વધુ છે.
કંપનીએ તેના સ્ટોર્સની સંખ્યા વધારીને 415 કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીની આવક સતત વધી રહી છે, જે Q4 FY22માં રૂ. 8,606.09 કરોડ, Q4 FY23માં 10,337.12 કરોડ અને Q4 FY24માં 12,393.46 કરોડ હતી.
Nestle India
Nestle Indiaએ ઓડિશાના ખોરધા જિલ્લામાં તેની દસમી અને પૂર્વ ભારતની પ્રથમ ફેક્ટરી માટે ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ યોજ્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં 900 કરોડનું રોકાણ થવાનું છે. આ ફેક્ટરી Nestlé India's ફૂડ પોર્ટફોલિયોમાંથી પ્રિપેરડ ડીશ અને કુકિંગ એઇડ ઉત્પાદનોનું ઉત્પાદન કરશે.
Fortis Healthcare
Fortis Healthcareના ઇન્ડાયરેક્ટ સબસિડિયરી International Hospital Limited (IHL)ને Assessment Year 2019-20 માટે 76.19 કરોડની ઈન્કમ ટેક્સ ડિમાન્ડ મળી છે. FY19 માટે ડિસઅલાઉડ ઇન્ટરેસ્ટ એક્સપેન્સને કારણે આ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.
કંપનીએ જણાવ્યું છે કે આ ડિમાન્ડના કારણે તેની નાણાકીય સ્થિતિ અથવા ઓપરેશન્સ પર કોઈ અસર પડશે નહીં.
Jupiter Wagons
Jupiter Wagonsએ જાહેરાત કરી છે કે તેની સબસિડિયરી Jupiter Tatravagonka Railwheel Factory Private Ltd (JTRF)એ ઓડિશાના ખોરધા જિલ્લાના Haldiapadaમાં જમીન ખરીદી છે.
આ દેશમાં પ્રથમ ખાનગી ક્ષેત્રની Railwheel અને Axle Forging પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ ઓડિશાને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવશે.
Paras Defence
Paras Defenceએ ઇઝરાયલની MicroCon Vision Ltd સાથે એક વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ સહકાર અંતર્ગત Paras Defence ભારતમાં એડવાન્સ ડ્રોન કેમેરા ટેક્નોલોજીનો એકમાત્ર સપ્લાયર બનશે. આથી ભારતના સંરક્ષણ અને ડ્રોન ટેક્નોલોજી સેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળશે.
RBL Bank
RBL Bankએ Q4 માટે મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. કુલ ડિપોઝિટ વર્ષ દર વર્ષ (YoY) 7% અને ત્રિમાસિક (QoQ) 4% વધારો સાથે 1.10 લાખ કરોડ થઈ છે. ચાલુ ખાતા અને બચત ખાતા (CASA) ડિપોઝિટ YoY 4% અને QoQ 8% વધીને રૂ. 37,884 કરોડ થઈ છે. CASA રેશિયો 34.1% છે, જે અગાઉના ક્વાર્ટરમાં 32.8% હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
