Stock Market Holiday : મેં મહિનાના પહેલા દિવસે જ કેમ બંધ છે શેરબજાર? આ રહ્યું કારણ
Stock Market Holiday : ગઈકાલે 30 એપ્રિલના રોજ શેરબજારમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સુધારો નોંધાયો હતો.
જો કે, દિવસના અંતે નફા પર બ્રેક લાગી હતી. આવી સ્થિતિમાં રોકાણકારો આજે શેરબજાર ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.

પરંતુ આજે 1 મે 2025ના રોજ મહારાષ્ટ્ર દિવસના કારણે શેરબજાર બંધ રહેશે. આનું મુખ્ય કારણ એ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને મુંબઈમાં આવેલા છે. આજે ઇક્વિટી, ડેરિવેટિવ્સ, કરન્સી કે SLBમાં કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં.
જો કે, શેરબજાર બંધ હોવા છતાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આંશિક ટ્રેડિંગ થશે. આ ટ્રેડિંગ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન રોકાણકારો ચાંદી, ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટી ઉત્પાદનોમાં વેપાર કરી શકશે.
આ વર્ષે શેરબજાર ક્યારે બંધ રહેશે?
- 1 મે : મહારાષ્ટ્ર દિવસ
- 15 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસ
- 27 ઓગસ્ટ : ગણેશ ચતુર્થી
- 2 ઓક્ટોબર : ગાંધી જયંતિ
- 21-22 ઓક્ટોબર : દિવાળી
- 5 નવેમ્બર: ગુરુ નાનક જયંતિ
- 25 ડિસેમ્બર : ક્રિસમસ
ગઈકાલે 30 એપ્રિલના રોજ શેરબજાર શરૂઆતમાં ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ બાદમાં તેમાં સુધારો જોવા મળ્યો. જો કે દિવસના અંતે સેન્સેક્સ 272 પોઈન્ટ ઘટીને 80,016 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 આશરે 90 પોઈન્ટ ઘટીને 24,246ના સ્તરે બંધ થયો.
હવે શેરબજારમાં આગામી વેપાર 2 મે શુક્રવારે થશે. રોકાણકારોની નજર હવે કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો પર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
