સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇસ્લામિક ઇક્વિટી ફંડ રજૂ કરશે
નવી દિલ્હી, 29 નવેમ્બર : ભારતમાં રહેલી ઇસ્લામિક બેન્કિંગ ક્ષેત્રની વિશાળ શકયતાઓને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇસ્લામિક બેન્કિંગની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ માટે આગામી સમયમાં તે ઇસ્લામિક ઇક્વિટી ફંડ લાવશે.
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં વસતા 170 મિલીયન મુસ્લિમોને રોકાણ કરવા તરફ આકર્ષિત કરવા માટે ઇસ્લામિક ઇકવિટી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ રીતે સ્ટેટ બેન્ક અંદાજે 18 મિલીયન ડોલર જેટલી મુડી એકઠી કરવા ધારે છે.

આ માટે સિકયુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી)માં સ્ટેટ બેન્ક અને અન્ય ત્રણ મ્યુચ્યુઅલ ફંડને શરીયા ફંડ લોન્ચ કરવા મંજુરી આપી દીધી છે. બેન્કને 1 ડિસેમ્બરથી લોન્ચ થનારા આ ફંડ થકી એક અબજ રૂપિયા પ્રારંભમાં આકર્ષિત કરવા ધારે છે.
ભારતમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો શરીયતની પાબંદી અને વ્યાજથી દૂર રહેવાના કારણે બેકિંગ સિસ્ટમથી દૂર છે. આ ફંડમાં દારૂ, તમાકૂ, જુગાર, કેસિનો અને વ્યાજ મેળવતા નાણાં સંસ્થાઓને બાકાત રાખવામાં આવેશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અને એમડી દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આ એક ડાઈવર્સિફાઈડ ફંડ હશે જેમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડને સમાવી લેવાશે.
મુંબઈ સ્ટોક એકસચેન્જમાંથી શરીયાને અનુરૂપ સ્ટોકને તારવીને કાર્યવાહી કરવામાં આવશે. ભારતના સ્ટોક એકસચેન્જમાં હાલ શરીયા મુજબની 600થી 700 કંપનીઓ છે. આ નવા ફંડનો વિરોધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પણ નથી કરાયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
