SSY : ઓનલાઈન કંટ્રોલ કરી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતુ, જાણો કેવી રીતે?
ભારત સરકાર દ્વારા દિકરીઓને સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમા સુકન્યા સમૃદ્ધિ યોજના મહત્વની યોજના છે. આ ખાતાને તમે ઓનલાઈન પણ કંટ્રોલ કરી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે એક વર્ષમાં 250 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. જો તમે આમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવો તો તમે દીકરીના લગ્ન અને ભણતર જેવા ખર્ચ સરળતાથી કાઢી શકો છો.

તમે આમાં નિયમિતપણે પૈસા રોકીને એક મોટું ફંડ બનાવી શકો છો. હાલમાં આ યોજના પર સરકાર દ્વારા 8.2 ટકાનું વ્યાજ પણ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમમાં પૈસા 15 વર્ષ સુધી સતત રોકાણ કરવાના હોય છે અને 21 વર્ષ પછી પરિપક્વ થાય છે.
તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે તેને ઓનલાઈન કેવી રીતે નિયંત્રિત કરવું અને તે તેનું એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકાશે? અહીં અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
આ એકાઉન્ટને સંપૂર્ણપણે ઓનલાઈન નિયંત્રિત કરી શકાય છે. એકવાર ખાતું ખોલાવ્યા પછી તમે તેને ઑનલાઇન બેંકિંગ એપ્લિકેશન દ્વારા નિયંત્રિત કરી શકો છો.
આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, બધી વિગતો ભરી શકો છો અને ફોર્મ સાથે પુત્રીનો ફોટો, જન્મ પ્રમાણપત્ર અને વાલીનું ઓળખ પત્ર જોડી શકો છો અને તેને અધિકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં સબમિટ કરી શકો છો.
જ્યારે પણ તમે ખાતું ખોલાવવા જાવ ત્યારે તમારે તમામ દસ્તાવેજોની અસલ કોપી અને ફોટોકોપી સાથે રાખવાની રહેશે. મૂળ નકલ તમારી પાસે રહેશે, જેનો ઉપયોગ તમારા ફોટોકોપી કરેલા દસ્તાવેજને ચકાસવા માટે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પછી,તમારી પુત્રીનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવામાં આવે છે.
આ સિવાય તમે જ્યારે ઈચ્છો ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ ઓનલાઈન ચેક કરી શકો છો. તમે તેનું બેલેન્સ ઓનલાઈન પણ જાણી શકો છો.
જો તમે અન્ય કોઈ શાખામાં તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે. આ સિવાય એકવાર એકાઉન્ટ મેચ્યોર થઈ જાય પછી તમે છોકરીના ખાતામાં પુરા પૈસા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો.
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બેલેન્સ ઓનલાઈન ચેક કરવા માંગો તો તમારે સંબંધિત બેંકની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરવો પડશે. જ્યારે તમે તમારું યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો ત્યારે તમને ડેશબોર્ડમાં તમારા બધા હાલના એકાઉન્ટ નંબરો દેખાશે.
આ પછી લિસ્ટમાં એકાઉન્ટ નંબરની સામે એકાઉન્ટ સ્ટેટમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ થશે. તે પછી જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ પર ક્લિક કરો તો તમે ખાતામાં હાજર બેલેન્સ જોશો અને પછી તમે સ્ટેટમેન્ટ પણ લઈ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
