Success Story : ક્યારેક 9 હજાર રૂપિયામાં ઈન્ફોસિસમાં પટાવાળાની નોકરી કરી, આજે છે કરોડો રૂપિયાનો કારોબાર
કહેવાય છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને મહેનત કરવા વાળાની મહેનત ચોક્કસ રંગ લાવે છે. આ વાતને મહારાષ્ટ્રના એક વ્યક્તિએ સાબિત કરી દેખાડી છે.
આપણે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યાં છીએ તેને પોતાનું ઘર ચલાવવા માટે ગામમાં મજૂરી કરી, ઈન્ફોસિસમાં પટાવાળા તરીકે કામ કર્યું. જો કે હિંમત ન હારી.

આ સમય દરમિયાન યુવકે ગ્રાફિક ડિઝાઈનિંગ શીખી લીધું અને પટાવાળાની નોકરી છોડીને ગ્રાફિક્સ કંપનીમાં કામ કરવા લાગ્યો. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યો અને ઘરે બેસી રહેવું પડ્યું.
આ સમયનો તેને સદઉપયોગ કર્યો અને મિત્રના લેપટોપમાંથી ટેમ્પલેટ્સ બનાવવાનું શરૂ કર્યું અને તેને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. જ્યારે આ કામથી પૈસા મળવા લાગ્યા તો વ્યક્તિએ પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે એક કંપની બનાવી અને કંપની ઝડપથી વિકસતી ગઈ. આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે યુવકનું નામ દાદાસાહેબ ભગત છે અને તેની કંપનીનું નામ DooGraphics છે.
દાદાસાહેબ ભગતનો જન્મ વર્ષ 1994માં મહારાષ્ટ્રના બીડમાં થયો છે. તે તેના પિતા સાથે ગામડાઓમાં કૂવા ખોદવાનું અને મજૂરી કરવાનું કામ કરતા. કોઈક રીતે તેણે 12મા સુધી અભ્યાસ કર્યો. આ પછી તેણે 4000 રૂપિયાની નોકરી કરી.
આ દરમિયાન કોઈએ તેમને કહ્યું કે ઈન્ફોસિસમાં 9000 રૂપિયામાં નોકરી છે પરંતુ કામ પટાવાળાનું છે. દાદાસાહેબે પટાવાળાની નોકરી લીધી.
નોકરીની સાથે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું
ઇન્ફોસિસમાં કામ કરતા દાદાસાહેબે કર્મચારીઓને કમ્પ્યુટર પર કામ કરતા જોયા. તેને કોમ્પ્યુટર શીખવાની ઈચ્છા થઈ. આ પછી તેમણે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું. તે દિવસે ઓફિસમાં કામ કરતો અને રાત્રે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને એનિમેશનનો અભ્યાસ કરતો. કામ કરતી વખતે તેણે C++ પાયથોનનો કોર્સ કર્યો.
અકસ્માતે લાઈફ બદલી દીધી
કોમ્પ્યુટર શીખ્યા પછી દાદાસાહેબે પટાવાળાની નોકરી છોડી અને ગ્રાફિક્સ કંપનીમાં નોકરી કરવા લાગ્યા. આ સમયગાળા દરમિયાન તેણે ગ્રાફિક્સ સંબંધિત ઘણા કામ શીખ્યા. તેણે આ કંપનીમાં 3-4 વર્ષ કામ કર્યું.
આ દરમિયાન ભગત સાથે અકસ્માત થયો અને ઘરે બેસી રહેવું પડ્યું. આ સમય દરમિયાન દાદાસાહેબે એક મિત્ર પાસેથી લેપટોપ લીધું અને ઘરેથી ટેમ્પલેટ બનાવીને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. આનાથી પગાર કરતાં વધુ કમાણી થઈ. આ પછી તેણે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું.
આ પછી દાદાસાહેબ ભગતે વર્ષ 2016માં Ninthmotion કંપની શરૂ કરી. જ્યારે કંપનીના 40 હજારથી વધુ એક્ટિવ યુઝર્સ થવા લાગ્યા ત્યારે તેમણે ઓનલાઈન ગ્રાફિક્સ ડિઝાઈનિંગ માટે એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું. તેનું નામ DooGraphics છે.
મોટી કંપનીઓ તરફથી આ કંપનીને ઓફર આવવા લાગી. દાદાસાહેબની કંપની લોકોને ગ્રાફિક ટેમ્પલેટ બનાવે છે અને પૂરી પાડે છે. કંપની મોશન ગ્રાફિક્સ અને 3D ટેમ્પલેટ્સ પણ બનાવે છે. આજે દાદાસાહેબ ભગત બે કંપનીના માલિક છે. આ કંપની ઘણા લોકોને રોજગાર પૂરો પાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
