વિશ્વના કેટલાક એમ્પલોયમેન્ટ સેક્ટર જે છે એવરગ્રીન
લોકો હંમેશા એ પ્રકારની નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય છે, જેમાં કોઇપણ પ્રકારનું જોખમ રહેલું ના હોય, આવકનો પ્રવાહ જળવાઇ રહેતો હોય અને નોકરી આરામદાયક હોય. પરંતુ બધાને આ પ્રકારની નોકરી મળતી નથી. જેમ કે સરકારી નોકરી મેળવાની ઇચ્છા અનેક યુવકોને હોય છે પરંતુ કેટલાક યુવકો અથવા તો નોકરી વાંચ્છુકો આ પ્રકારની નોકરી મેળવવામાં સફળ નિવડતા હોય છે.
આજે અમે અહીં એવી જ કેટલીક નોકરીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેને કરવાની ઇચ્છા દરેક સામાન્ય નાગરીકના મનમાં હોય છે. જેમાં શિક્ષણ, સરકારી, ટેક્નોલોજી અને સ્વાસ્થ્ય સેક્ટરને લગતી નોકરીઓ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં એવી કઇ કઇ નોકરીઓ આવે છે.

એજ્યુકેશન
એજ્યુકેશન એક એવુ સેક્ટર છે કે જેને હંમેશા સન્માન મળતું આવ્યું છે અને આ સેક્ટર બંધ થવાનું કોઇ સ્વપ્ન પણ જોઇ શકતા નથી. તેથી જ સૌથી વધુ લોકો એજ્યુકેશન લાઇન સાથે જોડાવાની મહેચ્છા ધરાવતા હોય છે.

એનવાયર્નમેન્ટ
વિશ્વ ભરમાં એનવાયર્નમેન્ટ સેક્ટર ઘણું જ વધી રહ્યું છે અને આવનારા વર્ષોમાં તે તેની શ્રેષ્ઠતાંએ પહોંચી ગયું હશે. ગ્રીનર એનર્જીનો ઉપયોગ ઘર, ઓફીસ સહિતની અનેક ઇમારતોમાં થવા માંડ્યો છે, તેને જોતા એનવાયર્નમેન્ટ સેક્ટર પણ એક બેસ્ટ અને એવરગ્રીન વિકલ્પ તરીકે સામે આવ્યું છે.

ફાઇનાન્સિયલ સર્વિસ
અર્થ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો માટે ફાઇનાન્સિયલ સર્વિસ એક શાનદાર ભવિષ્ય તરીકે ઉભરી રહ્યું છે. વ્યવસાયમાં સંઘર્ષ કરી રહેલી અનેક કંપનીઓ પોતાની કંપનીના આર્થિક વિકાસ માટે સતત સ્કીલ્ડ ફાઇનાન્સિયલ વર્કરની શોધમાં રહેતી હોય છે.

એનર્જી
વિશ્વ ભરમાં એનર્જી સેક્ટર પણ જોરશોરથી આગળ વધી રહ્યું છે. ગમે તેટલી આર્થિક સંકળામણ આવી જતી હોય તેમ છતાં લોકો ઇલેક્ટ્રીસિટીનો ઉપયોગ કરવાનું બંધ કરતા નથી, તેના વપરાશમાં ઘટાડો આવી શકે છે પરંતુ તેનો વપરાશ સંદતર બંધ ક્યારેય થવાનો નથી તેથી આ સેક્ટર પણ એક એવરગ્રીન જોબ તરીકે ઉભર્યું છે.

સરકારી નોકરી
મોટાભાગના લોકોમાં સરકારી નોકરી કરવાની મેહચ્છા રહેલી હોય છે. આ એક એવી સેફ અને સોફ્ટ જોબ છે કે જ્યાં નોકરી ગુમાવવાની શક્યતાઓ નહીંતર હોય છે અને ઓફીસ કાર્ય પણ શાંતિથી અને હળવાશથી કરવા પડે છે. તેમજ સૌથી ખાસ વાત એ છે કે મંદીના માહોલમાં પણ સરકારી નોકરીઓનો અવકાશ હંમેશા રહેલો હોય છે.

હેલ્થ કેર
જે રીતે શિક્ષણ ક્યારેય ક્ષીણ થવાનું નથી તેવી જ રીતે હેલ્થ કેર પણ ક્યારેય આઉટ ડેટેડ થવાનું નથી. વાતાવરણમાં આવી રહેલા બદલાવ અને લોકોની રહેણી કહેણીના કારણે આ સેક્ટરમાં પણ ઉજળી તકો રહેલી છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ
હાલના સમયે આઇટી કંપની, કન્સલ્ટિંગ ફર્મ, એનજીઓ તથા સરકારી ખાતાઓ દ્વારા ગ્લોબર માર્કેટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેથી ઇન્ટરનેશનલ એક્પર્ટિઝ, ફોરેન લેંગ્વેજ સ્કિલ સહિતની કુશળતા તમારામાં હોય તો તમે આ ક્ષેત્રમાં તમારુ લક અજમાવી શકો છો.

લો એન્ફોર્સમેન્ટ
ગમે તેટલી મંદી આવી જાય, પરંતુ ગુનો ક્યારેય અટકવાનો નથી. એક તરફ માનવી વિકાસ અને આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે, તેવી જ રીતે ગુનાઓ પણ વધી રહ્યાં છે. હવે તો ગુનાઓ હાઇપ્રોફાઇલ બનતા જઇ રહ્યાં છે, તેને ધ્યાનમાં રાખીને લો એન્ફોર્સમેન્ટ સેક્ટર પણ હવે એવરગ્રીન બનતું જઇ રહ્યું છે.

ટેક્નોલોજી
માનવનો સ્વભાવ સતત નીતનવું સર્જન કરવાનો છે, તેમાં પણ ખાસ કરીને ટેક્નોલોજીને લઇને માનવી સતત કંઇકને કંઇક શોધતો રહે છે. એટલું જ નહીં પરંતુ માનવી ટેક્નોલોજીનો ઉપયોગ પણ વિશેષ કરતો થયો છે, તેથી જો ટેક્નોલોજી ક્ષેત્રમાં આગળ વધવામાં આવે તો તે પણ એક એવરગ્રીન જોબ તરીકેની તકો તમને પૂરી પાડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
