UnionBudget 2021-22: મેઈડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં રજૂ થશે દેશનુ સામાન્ય બજેટ, નાણામંત્રીએ બતાવ્યુ
નાણામંત્રાલયની માનીએ તો મેઈડ ઈન ઈન્ડિયા ટેબલેટ દ્વારા નાણામંત્રી બજેટ રજૂ કરશે.
FM Nirmala Sitharaman will present and read out the UnionBudget 2021-22 at the Parliament through a tab: નાણામંત્રી આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના કારણે આ વર્ષે પહેલી વાર બજેટ પેપરલેસ હશે. નાણામંત્રાલયની માનીએ તો મેઈડ ઈન ઈન્ડિયા ટેબલેટ દ્વારા નાણામંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સૉફ્ટ કૉપી ઑનલાઈન ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રપતિ ભવનથી નીકળતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનુ ટેબ મીડિયા સામે બતાવ્યુ,આ ટેબ લાલ રંગના કપડાથી ઢાંકેલુ છે. આ દરમિયાન નિર્મલા સીતારમણ સાથે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ હતા.

તમને જણાવી દઈએ કે બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પોતાના ઘરે પૂજા અર્ચના કરી અને પૂજા બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે સામાન્ય બજેટ લોકોની અપેક્ષા અનુસાર હશે. આ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર કામ કરે છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ ત્રીજુ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનુ બજેટ ભાષણ સવારે 11 વાગે શરૂ થશે.
બજેટ સત્રનો પહેલો તબક્કો 15 ફેબ્રુઆરીનાબદલે 13 ફેબ્રુઆરી સુધી
તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે બિઝનેસ એડવાઈઝરી કમિટી(BAC)ની બેઠકમાં સંસદમાં યોજાનારી ચર્ચાઓના સમયે નિર્ધારણ વિશે ચર્ચા કરવામાં આવી. તમને જણાવી દઈએ કે રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બીએસીની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે બજેટ સત્ર પહેલો તબક્કો 15 ફેબ્રુઆરીના બદલે 13 ફેબ્રુઆરીએ પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં બજેટ પર ચર્ચા અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ માટે 10-10 કલાકનો સમય નક્કી કરવા પર સંમતિ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર બેઠકમાં રાજ્યસભાના બધા ફ્લોર લીડર્સને પણ શામેલ કરવામાં આવ્યા હતા. ફ્લોર લીડર્સ સથે એ વાત પર ચર્ચા થઈ કે બજેટ સત્રની કાર્યવાહી રાજ્યસભામાં સુચારુ રીતે ચાલે. આમાં કોઈ અડચણ ન ઉભી થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
