ગફલતો બાદ DLF અને જિંદાલ સ્ટીલ ખરીદવામાં જોખમ છે?
DLF અને જિંદાલ સ્ટીલ કંપનીઓમાં તાજેતરમાં બહાર આવેલી ગેરરીતીઓ અને નિયંત્રણના મુદ્દાઓ બાદ તેના શેર્સની કિંમતોમાં ભારે કડાકો બોલાયો હતો. આ ઘટના બાદ હવે એવી અફવાઓ બહાર આવી રહી છે કે હરિયાણામાં આવેલી નવી રાજ્ય સરકાર ભાજપની છે. તેના કારણે ડીએલએફ અને રોબર્ટ વાડરાની વચ્ચેની જમીન ડીલ્સને સંબંધિત કેસો ફરીથી ખોલવામાં આવશે.
એક અંદાજ પ્રમાણે ડીએલએફ પાસે હરિયાણામાં ઘણી જમીન છે અને જો અફવા સાચી પડશે તો ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની માટે તે દુ:ખદ સમાચાર બની રહેશે.

આ પહેલા SEBI (સેબી) દ્વારા કંપની અને તેના પ્રમોટર પર માર્કેટમાં છ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયંત્રણો લાદવામાં આવ્યા તેના થોડા સમય પહેલા કંપની દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓને પગલે કમ્પેન્સેશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા લગાવવામાં આવેલા રૂપિયા 630 કરોડના દંડની ચૂકવણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે ડીએલએફની સ્થિતિ વધારે ખરાબ બની હતી.
આ પરિસ્થિતિને જોતા ડીએલએફના શેર્સ જેમની પાસે છે તેવા રોકાણકારોએ આ કંપનીના શેર્સ સાચવી રાખવા કે નહીં અને તેના શેર્સ ખરીદી શકાય કે નહીં તે અંગે મૂંઝવણ જોવા મળી રહી છે.
જિંદાલ સ્ટીલ અંગે શું કરવું?
જિંદાલ સ્ટીલને તેના કાર્યોથી જ સમસ્યા ઉભી થઇ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI - સીબીઆઇ)એ ગયા સપ્તાહે કંપની સામે પ્રાથમિક તપાસ નોંધી હતી. આ ઉપરાંત વર્ષ 2007થી 20013 વચ્ચે વન્ય જમીનમાં ખોદકામ કરવાના કાર્ય અંગે પણ તપાસ આદરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે કંપનીના શેર્સ પર નેગેટિવ અસર જોવા મળી હતી અને તેનું નુકસાન સેંકડો કરોડ રૂપિયા થયું હતું.
જિંદાલ સ્ટીલ ખરીદી શકાય?
અનેક વિશ્લેષકોનું કહેવું છે કે કોલસા બ્લોક અંગે આવેલા નિર્ણયને પગલે કંપનીને ભારે નુકસાન પહોંચવાનું છે. આ બાબત કંપનીના શેર્સના ભાવમાં પણ જોવા મળી રહી છે. સ્ટોક્સ તેના 52 સપ્તાહના સૌથી ઉંચા મથાળા રૂપિયા 350થી ઘટીને રૂપિયા 150ના મથાળે ટ્રેડ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે. આ કારણે ઘણા એનાલિસ્ટનું માનવું છે કે વર્તમાન ભાવે જિંદાલ સ્ટીલના સ્ટોક્સમાં રોકાણ કરવું સમજદારી છે. આ શેર્સમાં રોકાણ કરીને તેને બે વર્ષ સુધી જાળવી રાખવા જોઇએ. કંપની વર્ષ 2015-16માં વિસ્તરણની યોજના ધરાવે છે.
DLFનું શું કરવું જોઇએ?
ડીએલએફ માટે એનાલિસ્ટ ચોખ્ખી ના પાડી રહ્યા છે. સામાન્ય રીતે રીયલ એસ્ટેટ બિઝનેસ ચિંતાનું કારણ બની રહે છે. કંપની દેવાના ભારમાં દબાયેલી છે. આ કારણે સેબીએ પણ કંપનીના સ્ટોક્સને જોખમી ગણાવ્યા છે. આ કારણે રોકાણકારોને સ્ટોક માર્કેટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
