Share Market Update : શેરબજારમાં ભારે ઉથલપાથલ, ગ્રીન નિશાન પર બંધ થયા નિફ્ટી-સેન્સેક્સ
Share Market Update : પહેલા હાફમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જોકે બીજા હાફમાં બજારમાં ધીમે ધીમે રિકવરી જોવા મળી હતી. જે બાદ અંતે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
Share Market Update : શેરબજારમાં અઠવાડિયાના પહેલા દિવસે ભારે ઉથપાથલ જોવા મળી હતી. 30 જાન્યુઆરી, 2023ના રોજ શેરબજારમાં પહેલા હાફમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બિઝનેસ કરી રહ્યો હતો.

જોકે, સેકેન્ડ હાફમાં બજારમાં ધીરે-ધીરે વધારો જોવા મળ્યો હતો. જે બાદ જ્યારે શેર માર્કેટ બંધ થયું ત્યારે લીલા નિશાનમાં હતું. ઉલ્લેખનીય છે કે, અદાણી ગૃપના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સનો અગાઉનો બંધ 59330.90 હતો. જે બાદ સોમવારના રોજ સેન્સેક્સે 59101.69 ના સ્તર પર ઓપનિંગ આપી હતી. ઘટાડાની શરૂઆત કરીને સેન્સેક્સ 58699.20ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જે બાદ સેન્સેક્સમાં પણ રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 59644.24ની ટોચે પહોંચ્યો હતો. આ સાથે સેન્સેક્સે 169.51 પોઈન્ટ્સ (0.29 ટકા) નો ઉછાળો આપ્યો અને 59500.41 ના સ્તરે બંધ થયો હતો.
બીજી તરફ નિફ્ટીએ પણ સોમવારના રોજ ઘટાડા સાથે શરૂઆત કરી હતી. નિફ્ટીનો અગાઉનો બંધ 17604.35 હતો. આજે નિફ્ટી 17541.95 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. જે બાદ નિફ્ટીએ આજે 17405.55 ની નીચી સપાટી બનાવી છે. જ્યારે નિફ્ટીની આજની સર્વોચ્ચ સપાટી 17709.15 હતી. છેલ્લે નિફ્ટીએ લીલા નિશાનમાં ક્લોઝિંગ આપ્યું હતું. નિફ્ટી 44.60 પોઈન્ટ (0.25 ટકા)ના વધારા સાથે 17648.95 ના સ્તરે બંધ રહ્યો હતો.
બીજી તરફ સોમવારના રોજ અદાણી ગૃપના 4 શેરોમાં બેક ટુ બેક લોઅર સર્કિટ લાગી હતી, જ્યારે અન્ય શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.
બીજી તરફ ગૌતમ અદાણી સમર્થિત જૂથે હિંડનબર્ગના આરોપો પર 418 પાનાનો જવાબ જાહેર કર્યો હતો, જ્યારે યુએસ સ્થિત કંપનીએ વળતો પ્રહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અદાણીનો રૂપિયા 20,000 કરોડનો એફપીઓ પણ ફોકસમાં છે. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 27 જાન્યુઆરીના રોજ FPO લોન્ચ કર્યો હતો અને 31 જાન્યુઆરીએ બંધ થશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 3112 રૂપિયા અને 3276 રૂપિયા પ્રતિ FPO ઇક્વિટી શેર રાખવામાં આવી છે.
અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ આજે નિફ્ટીમાં ટોચના ગેનર્સમાં હતા.
આ સિવાય પાવર ગ્રીડ કોર્પોરેશન, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ડસઈન્ડ બેંક નિફ્ટીના ટોપ લોઝર્સમાં હતા. જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઓઈલ એન્ડ ગેસ આજે 1-5 ટકા ડાઉન રહ્યા હતા. આ સિવાય આઈટી સેક્ટરને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
