સિનિયર સિટીઝનો માટે ખાસ, આ બેન્કમાં FD પર મળી રહ્યું છે 9 ટકા વ્યાજ
લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જુદી જુદી રીતે રોકાણ કરે છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તો કોઈ પીપીએફમાં કોઈ પીએફમાં તો કોઈ આરડીમાં રોકાણની જુદીજુદી રીતો છે.
લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જુદી જુદી રીતે રોકાણ કરે છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તો કોઈ પીપીએફમાં કોઈ પીએફમાં તો કોઈ આરડીમાં રોકાણની જુદીજુદી રીતો છે. રોકાણનું ઉદ્દેશ્ય જ ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. જો કે સિનિયર સિટીઝન્સ મોટા ભાગે પૈસા બચાવવા અને રોકાણ કરવા ફિક્સ ડિપોઝિટનો જ સહારો લે છે. મોટા ભાગની બેન્કો સિનિયર સિટીઝનને એફડી પર સારુ વ્યાજ આપે છે. FD એટલે કે બેન્ક જમા યોજના સારું રોકાણ મેળવવાની તક છે. સારી વાત એ છે કે FDને જ્યારે જરૂર પડે ત્યારે વિથડ્રો કરી શકાય છે. એટલે FD લોકોની પહેલી પસંદ હોય છે.
આ પણ વાંચો: માત્ર 3 વર્ષમાં આ રીતે ભેગું કરો 1 લાખનું ફંડ, આ છે પ્લાનિંગ

FDમાં રોકાણ કરતા વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર
FD જુદા જુદા પ્રકારની હોય છે. લાંબા અને ટૂંકા ગાળા માટે આ રોકાણનો સારો વિકલ્પ છે. શોર્ટ ટર્મમાં તમે 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ માટો રોકાણ કરી શકો છો. તમારી પાસે લાંબા ગાળા માટે રોકાણ કરવાનો પણ વિકલ્પ છે. કેટલીક બેન્ક એવી પણ છે જે FD પર સારું વળતર આપે છે. તેમાંથી કેટલીક બેન્કમાં 9 ટકા વ્યાજ મળી રહ્યું છે.

SBI આપે છે સારું વળતર
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વરિષ્ઠ નાગરિકોને FD પર સારુ વળતર આપી રહ્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર્સનલ બેન્કિંગ સેગમેન્ટમા ઘણી બધી ડિપોઝિટ સ્કીમ ચલાવે છે. વરિષ્ઠ નાગરિકોને તેમાં 6.25 ટકાથી લઈ 7.25 ટકા સુધીનું વ્યાજ મળે છે. તો ખાનગી ક્ષેત્રમાં ICICI 1 કરોડ રૂપિયાથી ઓછી FD પર 7.5 ટકા વાર્ષિક અને સીનિયર સિટીઝન માટે 8 ટકા વાર્ષિક વ્યાજ આપે છે.

અહીં મળે છે સૌથી વધુ વ્યાજ
આ એવી બેન્કો છે, જ્યાં સૌથી વધુ વ્યાજ દર મળે છે. જેમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે. 1 વર્ષ માટે આ બેન્કોમાં સૌથી વધુ વ્યાજ મળે છે
- ઈન્ડસઈન્ડ બેન્કઃ 8.5 ટકા
- RBL: 8.5 ટકા
- લક્ષ્મી વિલાસ બેન્કઃ 8.2 ટકા
- બંધન બેન્કઃ 8.1 ટકા
- કર્ણાટકા બેન્કઃ 8 ટકા

સિનિયર સિટીઝનો અહીં કરે રોકાણ
વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ વ્યાજ મળે છે. તેમના માટે સુરક્ષિત રોકાણનો વિકલ્પ FD છે. જો 2 વર્ષ માટે FDના વ્યાજદર જોઈએ તો
- AU સ્મોલ ફાઈનાન્સ બેન્કઃ 8.75 ટકા
- RBL બેન્કઃ 8.55 ટકા
- લક્ષ્મી વિલાસ બેન્કઃ 8.2 ટકા
- એક્સિસ બેન્કઃ 8.15 ટકા
- બંધન બેન્કઃ 8.15 ટકા

3 વર્ષના રોકાણ પર અહીં મળશે સૌથી વધુ વ્યાજ
- AU સ્મોલ ફાઈનાન્સ બેન્કઃ 9 ટકા
- DCB બેન્કઃ 8.55 ટકા
- IDFC બેન્કઃ 8.5 ટકા
- લક્ષ્મી વિલાસ બેન્કઃ 8.35 ટકા
- બંધન બેન્કઃ 8.15 ટકા

5 વર્ષમાં અહી મળશે સૌથી વધુ રિટર્ન
વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષમાં સૌથી વધુ વળતર માટે આ જગ્યાએ રોકાણ કરવું જોઈએ
- IDFC બેન્કઃ 8.75 ટકા
- AU સ્મોલ ફાઈનાન્સ બેન્કઃ 8.5 ટકા
- લક્ષ્મી વિલાસ બેન્કઃ 8.35 ટકા
- RBL બેન્કઃ 8.1 ટકા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
