આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો સાચવજો, SEBIએ મોકલી છે નોટિસ
આખરે ઝી પર ગાળિયો કસાઈ રહ્યો છે. બે લોન આપનાર દ્વારા આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો સાચવજો, SEBIએ મોકલી છે નોટિસ.
આખરે ઝી પર ગાળિયો કસાઈ રહ્યો છે. બે લોન આપનાર દ્વારા શુક્વારે વસુલીની પક્રિયા શરૂ થયા બાદ SEBiના સભ્ય માધવી પૂરી બૂચે બિરલા મ્યુચ્યુઅલ ફંડ, ICICI મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ મ્યુચ્યુઅલફંડ તેમજ રેટિંગ એજન્સી બ્રિકવર્ક્સના સીઈઓને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. મનાઈ રહ્યું છે કે સોમવારે સેબી આ મામલે કડક વલણ અપનાવી શકે છે.
આ પણ વાંચો: વર્ષ 2019માં અહીં રોકાણ કરીને મેળવો મસમોટો નફો

નિવેદન પર ઉઠ્યા સવાલ
ઝીના ચેરમેન સુભાષ ચંદ્રાએ 27 જાન્યુઆરીએ કહ્યું કે લોન આપનાર લોકો સાથે અમારી વાત થઈ છે. બીજા દિવસે સવારે તેમના પુત્રએ કહ્યું કે 96-97 ટકા લોન આપનારાઓએ મંજૂરી આપી છે. બાદમાં ઝીના સ્ટોકની કિંમત 310માંથી 380 થઈ ગઈ. શુક્રવારે ખુલાસો થયો કે કોઈ કરાર નથી થયા બાદમાં લોન આપનારાઓએ વસુલીની પ્ક્રિયા શરૂ કરી અને શેર વેચ્યા, જેને કારણે સાબિત થયું કે 27-28 જાન્યુઆરીએ અપાયેલા નિવેદનો ભ્રમિત કરનારા હતા. સાથે જ લોન આપનારાઓ સાથે સમાધાન થયું હોવાની જાહેરાત કેટલી સાચી હતી તે જાણવા સ્ટોક એક્સચેન્જે આખા અઠવાડિયામાં કોઈ પ્રયત્ન ન કર્યા.

રેટિંગ એજન્સી પર પણ સવાલ
તો સિક્યોરિટી કવર ઘટવા છતાંય રેટિંગ એજન્સી બ્રિકવર્ક્સે સિક્યોરિટીને ડાઉનગ્રેડ ન કરી અને લોન આપનારાઓ સાથે કથિત સમાધાનના દાવાની સત્યતા જાણવા કોઈ કોશિશ ન કરી. આખરે શુક્રવારે ફક્ત કથિત સમાધાનની વાત સામે આવી. રેટિંગ એજન્સી પાસે લોન આપનાર લોકો પાસે તમામ માહિતી માગવાનો અધિકાર છે, પરંતુ આ કિસ્સામાં એવું કશું ન થયું.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ન કર્યો ખુલાસો
મ્યુચ્યુઅલ ફંડ કંનપીઓએ પોતાની ઉધારી અંગે રોકાણકારો મુશ્કેલીમાં હોવાનો ખુલાસો ન કર્યો. ઉપરથી ડિરેક્ટર્સની મંજૂરી ગર ખાનગી રીતે સમાધાન કરીને ઉકેલ લાવવાની કોશિશ કરી. મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓને કોઈ કરાર ન થયા હોવાની માહિતી હતી છતાંય સમાધાનના જાહેર દાવાને ફગાવી ન દેવાયા.

કેટલું છે દેવું
મીડિયામાં સામે આવેલી માહિતી પ્રમાણે ઝી સમૂહની કંપનીઓ પર મ્યુચ્યુઅલ ફંડ અને બેન્કિંગ કંપનીઓ સિવાય પણ 12 હજાર કરોડનું દેવું છે. જેમાંથી 7 હજાર કરોડ MF દેવું અને હજાર કરોડ NBFSઝનું દેવું છે. કહેવાય છે કે MFના દેવાનું જોખમ ઝીના પ્રમોટર સ્રતર પર છે, જેમાં બિરલા AFના 2900 કરોડ,HDFCના 1000 કરોડ અને ICICI પ્રુડેન્શઇલના 750 કરોડ રૂપિયા છે. આ બધા જ પૈસા ફસા તેવી શક્યતા છે. તો NBFC મામલે મનાઈ રહ્યું છે કે અહીં HDFC લિમિટેડ L AND Tના પૈસા ફસાઈ શકે છે.
વસુલીની પક્રિયા શરૂ થયા બાદ SEBiના સભ્ય માધવી પૂરી બૂચે બિરલા મ્યુચ્યુઅલ ફંડ, ICICI મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ મ્યુચ્યુઅલફંડ તેમજ રેટિંગ એજન્સી બ્રિકવર્ક્સના સીઈઓને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. મનાઈ રહ્યું છે કે સોમવારે સેબી આ મામલે કડક વલણ અપનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
