SBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો! સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે
જો તમારું પણ બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. 1 મે થી, એસબીઆઈના સેવિંગ એકાઉન્ટનો નિયમ બદલાશે.
જો તમારું પણ બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. 1 મે થી, એસબીઆઈના સેવિંગ એકાઉન્ટનો નિયમ બદલાશે. આ નિયમ બદલાવથી, તમારી જમાપૂંજી પર અસર થશે. 1 મે થી એસબીઆઈ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ફેરફાર કરશે. SBI એ તેની ડિપોઝિટ અને લોનના વ્યાજદરો ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના બેંચમાર્ક દર સાથે જોડી દીધા છે. ચાલો જાણીએ કે આ નિયમની અસર કેવી રીતે થશે...
આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારક સાવધાન! ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી

SBI નિયમો બદલાશે
એસબીઆઈએ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકે સેવિંગ એકાઉન્ટ અને લોનના વ્યાજ દરો આરબીઆઇના બેન્ચમાર્ક દર સાથે જોડ્યા છે. આ પછી 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ અને લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવામાં આવ્યા છે. આ પછી આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર થવા પર, બેન્ક તરત જ તેના વ્યાજના દરોમાં બદલાવ કરશે. જો આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરશે તો, બેંક પણ લોનના વ્યાજ દર ઘટાડશે અને તમારા હોમ લોન ઓટો લોનની EMI ઓછી થઇ જશે.

1 મે થી શું અસર થશે
નવા નિયમો અમલમાં મૂક્યા પછી SBI 1 લાખ રૂપીયા સુધી 3.5 ટકાનો દર આપી રહી છે. તો 1 લી મે થી 1 લાખથી ઉપરના બેલેન્સ પર વ્યાજ દર 3.25 ટકા હશે. આ માત્ર આટલું જ નહીં, આ પછીથી એસબીઆઇએ 1 લાખથી વધુના તમામ રોકડ ક્રેડિટ્સ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સને રેપો રેટ સાથે જોડ્યા છે. આ હેઠળ, થોડા દિવસ પહેલા બેંકે વ્યાજના દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. બેંક 1 લાખ રૂપિયા કરતાં ઓછી લોન અને ડિપોઝિટ MCLR સાથે સંકળાયેલા રહેશે, જે નાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરવામાં આવી છે. 1 મે થી SBI એક લાખથી વધુની જમા પર અને શોર્ટ ટર્મ લોનને RBI ના બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડશે. બેંકે બચત, નાની લોન અને ડિપોઝિટ રેટને રેપો રેટ સાથે સીધા જ જોડ્યા છે.

ATM કાર્ડ વિના પૈસા ઉપાડી શકશો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે નવી સેવા શરૂ કરી દીધી છે. એસબીઆઇ ગ્રાહકો એટીએમ કાર્ડ વિના SBI ના યોનો એપની મદદથી પૈસા ઉપાડી શકે છે. આ એપની મદદથી તમે 30 મિનિટની અંદર કોઈ એટીએમ કાર્ડ વિના એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. તમારે એપની મદદથી પૈસા માટે રિકવેસ્ટ કરવી પડશે, પછી તમને એક PIN મળશે. તમારે 30 મિનિટની અંદર આ PIN નો ઉપયોગ કરવો પડશે, જેના પછી તમે કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
