SBIએ આપી સ્પષ્ટતા, ATMના ટ્રાંજેક્શન પર ક્યાં કેટલું કપાશે?
ભારતીય સ્ટેટ બેંકે સ્પષ્ટતા આપી છે કે 1 જૂનથી ભારતીય સ્ટેટ બેંક એટીએમથી થતા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ નહીં લે પણ તેના બદલે આ પ્રણાલી અનુસરશે. જાણો અહીં
ગત કેટલાક દિવસોથી ભારતીય સ્ટેટ બેંકમાં એટીએમથી પૈસા નીકાળવા પર 25 રૂપિયા ચાર્જની વાત કરવામાં આવી રહી છે. જે બાદ રાજકારણ પણ ગરમાયું છે અને ગ્રાહકો પણ રોષે ભરાય છે. જો કે તે પછી ભારતીય સ્ટેટ બેંકે આ ખબરોનું ખંડન કરતા વિગતવાર આ અંગે સ્પષ્ટતા આપી છે અને જાણકારી આપી છે કે કેવી રીતે ભારતીય સ્ટેટ તેના એટીએમ ટ્રાંજેક્શન પર ચાર્જ કરશે. તો આ અંગે ભારતીય સ્ટેટ બેંકની શું કહેવું છે વિગતવાર જાણો અહીં...

25 રૂપિયા ચાર્જ
ભારતીય સ્ટેટ બેંકે સ્પષ્ટતા આપી છે કે 1 જૂનથી ભારતીય સ્ટેટ બેંક એટીએમ પર થતા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ નહીં લે. બેંકે જણાવ્યું છે કે આ ચાર્જ ખાલી તે લોકો માટે છે જે સ્ટેટ બેંકના ઇ વોલેટ "એસબીઆઇ બડી" થી એટીએમ દ્વારા પૈસા નીકાળે છે. આ પહેલા તેવી ખબર ફેલાઇ હતી કે બેંક તમામ એટીએમના પ્રત્યેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા લેશે.

મફત ટ્રાંજેક્શન કેટલું?
ભારતીય સ્ટેટ બેંકે મફત એટીએમ ટ્રાંજેક્શનની સીમામાં કોઇ બદલાવ નથી કર્યો. જન ઘન ખાતા ગ્રાહકોને મહિનામાં 4 વખત મફત એટીએમ ટ્રાંજેક્શન કરવા મળશે. ત્યાંજ એક સામાન્ય સેવિંગ બેંક એકાઉન્ટ વાળા ખાતા ગ્રાહકો મેટ્રો સિટીઝમાં મહીનામાં 8 વાર મફતના ટ્રાંજેક્શનની છૂટ આપે છે. જેમાં 5 વાર એસબીઆઇ અને 3 અન્ય કોઇ બેંકના એટીએમથી આ છૂટ આપવામાં આવી છે. આ સિવાય નોન મેટ્રો શહેરોમાં 10 ટ્રાંજેક્શન મફત છે. જેમાંથી 5 એસબીઆઇ અને 5 અન્ય બેંકોના એટીએમથી કરી શકાય છે.

SBI ને રાજકારણ
ભારતીય સ્ટેટ બેંક દ્વારા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લગાવાની વાત પર દેશ ભરમાં અત્યાર સુધી અલગ અલગ શહેરોમાં વિરોધ થઇ ચૂક્યો છે. આનાથી રાજકારણમાં પણ ગરમવો જોવા મળ્યો હતો. સીપીએમના નેતા એમબી રાજેશે તેની અપમાનજનક જણાવતા કેન્દ્ર સરકાર પર છેતરપીંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

એસબીઆઇ સાથે નોકરી
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
