4 સપ્ટેમ્બરે લોન્ચ થશે સેમસંગ Galaxy Note 3!
હાલ મોબાઇલ ફોન માર્કેટમાં વિવિધ કંપનીઓ દ્વારા સમયાંતરે એકથી એક ચઢિયાતા મોબાઇલ ફોન ખાસ કરીને સ્માર્ટફોન માર્કેટમાં મુકવામાં આવી રહ્યાં છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ સ્માર્ટફોન માર્કેટમાં ફરીથી ધૂમ મચાવવા અને પોતાના વિરોધીઓને પરાસ્ત કરવા માટે નવો નોટ 3ને રજૂ કરવાની તૈયારીમાં છે. સેમસંગ પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી નોટ 3ને 4 સપ્ટેમ્બરના રોજ બર્લિનમાં આઇએફએ કોન્ફરન્સ દરમિયાન લોન્ચ કરી શકે છે. આ સમાચાર એ માટે પણ મહત્વના છે કારણ કે, આ પહેલા સેમસંગે ગેલેક્સી નોટ 2ને પણ અહીં જ લોન્ચ કર્યો હતો.
જો કે, કંપની દ્વારા અધિકૃત રીતે આ ફોન અને કોઇ ખાસ માહિતી વહેતી કરી નથી. પરંતુ માહિતી અનુસાર ગેલેક્સી નોટ 3માં 5.7 ઇંચની ફુલ એચડી સ્ક્રિન હશે, આ ફોનના બીજા ફીચર્સમાં સ્પૈનડ્રૈગન 800/એક્સિનોસ 5 ઓક્ટા પ્રોસેસર, 3 જીબી રેમ, 16/32/64 જીબી ઇન્ટરનલ મેમરી અને એન્ડ્રોઇડ 4.3 ઓપરેટિંગ સિસ્ટમ સામેલ છે. રીપોર્ટ અનુસાર આ ઇવેન્ટ દરમિયાન સેમસંગ સ્માર્ટવોચની જેમ આંખો પર પહેરી શકાય તેવી કોમ્પ્યુટર ડિવાઇસ પણ લોન્ચ કરશે, જે એપલની આઇવોચ અને એન્ડ્રોઇડ સિસ્ટમ પર કામ કરતી સોનીની સ્માર્ટવોચ જેવી હશે. તો બીજી તરફ એપલ પણ સેમસંગે ટક્કર આપવાની પેરવીમાં છે, કારણ કે તે તેનો નવો આઇફોન આ સમયગાળા દરમિયાન જ લોન્ચ કરવાનું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ફોનના ફીચર્સ અંગે. (નોટ 3ની આ તસવીરો નેટ પર ફરતી થઇ છે)

સ્ક્રિન
5.7 ઇંચની ફુલ એચડી સ્ક્રિન

પ્રોસેસર
800/એક્સિનોસ 5 ઓક્ટા પ્રોસેસર

રેમ
3 જીબી રેમ

ઓપરેટિંગ સિસ્ટમ
એન્ડ્રોઇડ 4.3 ઓપરેટિંગ સિસ્ટમ

રીયર કેમેરા
13 મેગા પિક્સલ રીયર કેમેરા

ઇન્ટરનલ મેમરી
16/32/64 જીબી ઇન્ટરનલ મેમરી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
