સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ
નવી દિલ્હી, 30 મેઃ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા થોડા સમય પહેલા ગેલેક્સી એસ4 લોન્ચ કર્યો હતો, વિશ્વભરમાં આ સ્માર્ટફોનને શાનદાર પ્રતિસાદ મળ્યા બાદ કંપની દ્વારા ગેલેક્સી એસ4 મિનિ લોન્ચ કર્યો છે. આ ફોનની સ્ક્રિન 4.3 રાખવામાં આવી છે અને 8 મેગાપિક્સલ રીઅર ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે 10 મિલિયન કરતા પણ વધુના વેચાણનો રેકોર્ડ સર્જનાર એસ4ની સ્ક્રિન 5 ઇન્ચ હતી.
મળતી માહિતી અનુસાર સેમસંગ દ્વારા હજુ સુધી આ ફોનની કોઇ કિમત નક્કી કરવામા આવી નથી, પરંતુ માર્કેટમા ચર્ચાતી વાત અનુસાર આ ફોનની કિમત 350 ડોલરની આસપાસ રાખવામાં આવી શકે છે. કહેવાય છે કે આઇફોન દ્વારા ઓછી કિમતનો સ્માર્ટફોન રજુ કરે તે પહેલા વિશ્વની ટોચની સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ દ્વારા આ ફોન રજુ કરીને તેને સ્પર્ધા આપવાની યોજના બનાવી છે.
સેમસંગ ગેલેક્સી એસ4 મિનિના ફિચર્સ પર નજર ફેરવવામાં આવે તો, આ ફોનમાં 1.7 ગીગાહર્ટ ડ્યુએલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ છે, રીઅર કેમેરા 8 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરા 1.9 મેગા પિક્સલ છે.
મેમરીની વાત કરવામાં આવે તો 8 જીબી ઇન્ટરનલ મેમરી, 64 જીબી માક્રોએસડી એક્સટરનલ મેમરી, 1.5 જીબી રેમ આપવામાં આવી છે. બેટરીની વાત કરવામાં આવે તો આ ફોનમાં 1900એમએએચ બેટરી છે. તો ચાલો તસવીરોમાં નિહાળીએ સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ.

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ

સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ કર્યો લોન્ચ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
