Rupees to dollar : ડોલર સામે રૂપિયો ઘૂંટણીએ, જલ્દી વટાવી શકે છે 86 ની સપાટી
Rupees to dollar : રૂપિયો અને ડોલરને એક સરખા લાવવાની વાત કરનારી નરેન્દ્ર મોદી સરકારમાં રૂપિયા પર પનૌતી બેઠી હોય તેવી સ્થિતી સર્જાઈ છે.
રૂપિયો તેની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે અને ડોલર સામે ઘૂંટણ ટેકવી દીધા હોય તેમ રોજ તુટી રહ્યો છે. આ સ્થિતીમાં રૂપિયો હજુ કેટલો તૂંટશે તે પણ કોઈ કહી શકે તેમ નથી.

શુક્રવારે એક ડોલરનો ભાવ 85.97 હતો. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે રૂપિયો તેના અગાઉના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. આ સાથે આ સતત દસમું અઠવાડિયું છે જ્યારે રૂપિયામાં સતત ઘટાડો થયો છે.
રૂપિયા પર દબાણનું મુખ્ય કારણ ડોલરની મજબૂતાઈ અને નબળો મૂડી પ્રવાહ છે. ડોલર ઇન્ડેક્સ 109 થી ઉપર રહે છે, જે તેના બે વર્ષના હાઈએસ્ટ સ્તરની નજીક છે. બજાર યુએસ નોન-ફાર્મ પેરોલ્સ ડેટાની રાહ જોઈ રહ્યું છે, જે ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની સંભાવનાઓને અસર કરી શકે છે.
જણાવી દઈએ કે, શુક્રવારે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો હેઠળ કેટલીક સરકારી બેંકોએ ડોલર વેચ્યા છે, જેનાથી રૂપિયાના ઘટાડાને મર્યાદિત કરવામાં મદદ મળી છે.
જાણકારો અનુસાર, ભવિષ્યમાં પણ રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. સ્થાનિક બજારોની નબળી સ્થિતિ, મજબૂત ડોલર અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના સતત નિકાસની રૂપિયા પર નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો પણ રૂપિયા પર નકારાત્મક અસર કરી રહ્યો છે.
મજબૂત ડોલર અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા જેવા સતત પડકારો વચ્ચે રૂપિયો ભારે દબાણ હેઠળ છે. જો કે, RBI દ્વારા નિયમિત હસ્તક્ષેપોથી રૂપિયાના ઘટાડાને નિયંત્રિત કરવામાં મદદ મળી છે. વર્તમાન વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને સ્થાનિક કારણોસર ભારતીય રૂપિયો નબળો રહી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
