2000ની નોટો બદલવાની સમયમર્યાદા વધારાઇ, હવે આ તારીખ સુધી જમા કરાવી શકાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા 2000ની નોટ એક્સચેન્જ કરવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. RBIએ 19 મેના રોજ ચલણમાંથી રૂપિયા 2000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, RBI જનતાને તેમની નોટો 30 સપ્ટેમ્બર, 2023 સુધી બેંકોમાં એક્સચેન્જ કરવા જણાવ્યું હતું.

બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 3.56 લાખ કરોડની 2000 રૂપિયાની નોટોમાંથી, 3.42 લાખ કરોડની નોટો બેંકને પરત કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરના રોજ બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા. 19 મે, 2023ના રોજ ચલણમાં આવેલી રૂપિયા 2000ની 96 ટકા નોટ હવે બેંકમાં પાછી આવી ગઈ છે.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
8 ઓક્ટોબર પછી, RBIની 19 ઇશ્યૂ ઓફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે.
8 ઓક્ટોબર બાદ બાકીની 2,000 રૂપિયાની નોટો ફક્ત RBIની 19 ઇશ્યૂ ઓફિસ દ્વારા તમારા ખાતામાં જમા કરાવી શકાશે. લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ રૂપિયા 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 7 ઓક્ટોબર બાદ પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે, ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઓફિસમાંથી કોઈપણમાં રૂપિયા 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.
કેવી રીતે બદલશો 2000 રૂપિયાની નોટ - લોકો તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે. આ સિવાય તે કોઈપણ બેંકની શાખામાં જઈને નોટો બદલી શકે છે. RBI સહિત દેશની તમામ બેંકમાં નોટ એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. બેંક ખાતામાં રૂપિયા 2,000ની નોટ જમા કરાવવા માટે KYC ફોર્મની જરૂર પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
