1 ઓક્ટબરથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા બજેટ પર શું થશે અસર
Rules Change From 1st October: દર મહિનાથી પહેલી તારીખે ઘણા નિયમોમાં ફેરફાર થાય છે. જેની સીધી અસર સામાન્ય માણસના બજેટ પર પડે છે. આવા સમયે નિયમોમાં થતા ફેરફાર વિશે જાણીને તમે વધારાના ખર્ચથી બચી શકો છો, અને તમને મહિનાનું બજેટ બનાવવામાં સરળતા રહે છે.
1 ઓક્ટોબરથી એલપીજી અને સીએનજીના ભાવમાં ફેરફારની સાથે સાથે ઘણી અલગ-અલગ યોજનાઓમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, ક્યાં નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે. આ નિયમોમાં આધાર, એલપીજી, પીપીએફ, સરકારી યોજનાઓમાં ફેરફારનો સમાવેશ થાય છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ સુધારો 1 ઓક્ટોબરના રોજ સવારે 6 કલાકે અપડેટ કરવામાં આવે છે.
1 સપ્ટેમ્બરના રોજ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બદલાઈ જશે આધાર કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો - સરકારે એક મોટો ફેરફાર કર્યો છે, જેના હેઠળ હવે તમે આધાર એનરોલમેન્ટ આઈડી દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો નહીં. આ સાથે પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર એનરોલમેન્ટ માન્ય રહેશે નહીં.
આ નિયમ 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, જેથી કરીને પાન કાર્ડનો દુરુપયોગ અને ડુપ્લિકેશન અટકાવી શકાય.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થશે ફેરફાર - કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જો દાદા-દાદીએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પુત્રી માટે ખાતું ખોલાવ્યું છે.
તો તે પુત્રીના માતાપિતાને ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે જો એકથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, તો તે 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે.
બદલાશે PPF ના આ નિયમો - જો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિના નામે PPF ખાતું ખોલવામાં આવે છે, તો જ્યાં સુધી તે 18 વર્ષનો ન થાય ત્યાં સુધી એકાઉન્ટ પરનું વ્યાજ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના દર પર રહેશે. PPF વ્યાજ દર 18 વર્ષની ઉંમર પછી જ લાગુ થશે.
જો ત્યાં એક કરતાં વધુ PPF એકાઉન્ટ હોય, તો પ્રવર્તમાન વ્યાજ દર પ્રાથમિક ખાતા પર લાગુ થશે, જ્યારે અન્ય ખાતાઓ તેમાં મર્જ કરવામાં આવશે.
જો બે કરતાં વધુ ખાતા હશે, તો તેના પર કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં, અને તે પણ પ્રાઈમરી અકાઉન્ટમાં મર્જ કરવામાં આવશે.
CNG-PNG-ATFમાં સુધારો - દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ એવિએશન ફ્યુઅલ (ATF), CNG-PNGના ભાવમાં સુધારો કરે છે.
આવી સ્થિતિમાં 1 ઓક્ટોબરથી નવા ભાવ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, 1 સપ્ટેમ્બરના રોજ ATF માં કાપ મુકવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
