રાજનને RBIના ગવર્નર તરીકે ચાલુ રાખવા ભગવતીની મોદીને સલાહ
નવી દિલ્હી, 20 મે : ભાજપને લોકસભા ચૂંટણી 2014માં બહુમતી મળ્યા બાદ જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભગવતીએ નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે રઘુરામ રાજનને આરબીઆઇ ગવર્નર તરીકે ચાલુ રાખવો જોઇએ. સાથે તેમણે એવી પણ સલાહ આપી કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ દર મહિને સંવાદદાતા સંમેલન આયોજિત કરીને સરકારનો એજન્ડા સામે રાખવો જોઇએ.
તેમણે જણાવ્યું કે ભારતના લોકશાહી પર્વમાં નરેન્દ્ર મોદીની ચમત્કારી જીતે દેશને ફરીથી વિશ્વફલક પર એક શક્તિશાળી ચિત્ર રજુ કર્યું છે. ભગવતીએ જણાવ્યું કે યુપીએ નેતાઓના વિપરીત નવા વડાપ્રધાન મૌન રહેનારા નથી. તેમણે દર મહિને પત્રકાર પરિષદ યોજવી જોઇએ. જેમાં તેમણે જનતાની સાથે દર મહિને પોતાનો એજન્ડા રજૂ કરવો જોઇએ. તેમણે સૌને સાથે મળીને ચાલવું જોઇએ.

તેમણે પોતાના અભિયાન દરમિયાન અત્યંત સ્પષ્ટ રીતે પોતાની વાત કરી હતી. ભગવતીએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે રાજનને તેમના પદ પર ચાલું રહેવું જોઇએ.
કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી ભગવતીએ જણાવ્યું કે મારું એવું માનવું છે કે રઘુરામ રાજનને જ ચાલુ રાખવા જોઇએ. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની સરકાર ગવર્નરને બદલી શકે છે. રાજને તાજેતરમાં આરબીઆઇની સ્વતંત્રતાની વાત કહી હતી.
તેમણે સ્વીત્ઝરલેન્ડના સેન્ટ ગેલેન સિમ્પોઝિયમમાં જણાવ્યું હતું કે 'નાણાકીય નીતિ હું તૈયાર કરું છું. હું એ જ કહું છું જે થાય છે. સરકાર પાસે મને દૂર કરવાનો અધિકાર છે. પરંતુ સરકાર આર્થિક નીતિ નક્કી નથી કરતી. આ કારણે હું સ્વતંત્ર છું. મને સરકાર સાથે વાતચીત કરવામાં આનંદ છે. જો કે વ્યાજદર છેવટે હું જ નક્કી કરું છું. નવા વડાપ્રધાન માટે વિશ્વાસ રાકવા માટે વિચક્ષણ અર્થશાસ્ત્રીઓ હશે. વિદેશમાંથી પણ અનેક અર્થશાસ્ત્રીઓ પાછા આવવા માંગે છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
