RBIએ રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.9% કર્યો
શુક્રવારે RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.9% કરી દીધો છે.
નવી દિલ્લીઃ શુક્રવારે RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.9% કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંક(RBI)ની મૌદ્રિક નીતિ સમિતિએ આજે મોટી જાહેરાત કરીને રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.90 ટકા કરી દીધા જેની માહિતી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસ મહામારીના બે ઝટકા અને યુક્રેન યુદ્ધ બાદ હવે આપણે સહુ વધુ એક ઝટકાની વચ્ચે છીએ. આ વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા લાવવામાં આવેલી આક્રમક મૌદ્રિક નીતિયોના કારણે ઉત્પન્ન થયુ છે.

ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) જરુર પડવા પર કૉમર્શિયલ બેંકોને ફંડ ઉધાર આપે છે જેને રેપો રેટ કહેવામાં આવે છે. જેનાથી કેન્દ્રીય બેંક મુદ્રાસ્ફીતિને નિયંત્રિત કરે છે. ચાલુ નાણાકીય વર્ષની શરુઆત બાદ આ ત્રીજો વધારો છે. મુદ્રાસ્ફીતિના દબાણમાં કામ કરવા માટે દરને પૂર્વ-મહામારીના સ્તરે પાછો લઈ જવુ. તમને જણાવી દઈએ કે આ પહેલા આરબીઆઈ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી છ સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિએ બુધવારે દ્વિમાસિક નીતિ સમીક્ષા પર વિચાર-વિમર્શ શરુ કર્યો હતો ત્યારબાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માનવામાં આવી રહ્યુ છે કે આરબીઆઈના આ પગલાંથી મોંઘવારી પર લગામ લાગશે. આરબીઆઈ તરફથી રેપો રેટમાં વધારો મોંઘવારી પર કાબુ મેળવવા માટે કરવામાં આવ્યો છે. જો કે, રેપો રેટમાં વધારાને તહેવારની સિઝનમાં એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે. રેપો રેટ વધવાથી હોમ લોન, ઑટો લોન સહિત અન્ય લોન મોંઘી થશે. જેના કારણે લોકોની ઈએમઆઈમાં વધારો થઈ શકે છે.
RBI Governor Shaktikanta Das announces that RBI "increases the policy repo rate by 50 basis points to 5.9% with immediate effect." pic.twitter.com/YpDjOVsgus
— ANI (@ANI) September 30, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
