RBIનો નવો આદેશ, બેંકમાંથી 15,000 થી વધુ નહીં ઉપાડી શકો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક બેંકો પર દંડ લાદવામાં આવ્યા બાદ હવે એક બેંકે ઉપાડની મર્યાદા નક્કી કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક બેંકો પર દંડ લાદવામાં આવ્યા બાદ હવે એક બેંકે ઉપાડની મર્યાદા નક્કી કરી છે. RBI દ્વારા મુંબઈની રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બેંકની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે.

15 હજાર ઉપાડ મર્યાદા
રાયગઢ કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે કેન્દ્રીય બેંક દ્વારા 15,000 રૂપિયાની ઉપાડ મર્યાદા લાદવામાં આવી છે. આ કડકતા પછી, સહકારીબેંક રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના લોન આપી શકશે નહીં, કોઈ રોકાણ કરી શકશે નહીં અને નવી થાપણો સ્વીકારી શકશે નહીં.

આ પ્રતિબંધ છ મહિના સુધી ચાલુ રહેશે
રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકના ગ્રાહકો તેમના બચત અને ચાલુ ખાતામાંથી 15,000 રૂપિયાથીવધુ ઉપાડી શકશે નહીં.
બેંક પરના આ નિયંત્રણો છ મહિના માટે લાગુ રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, રાયગઢ કો-ઓપરેટિવ બેંકનેઆપવામાં આવેલી સૂચનાઓનો અર્થ બેંકિંગ લાયસન્સ રદ્દ કરવાનો નથી.

બે મોટી બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો
આ અગાઉ, આરબીઆઈએ નિયમોનું પાલન ન કરવા બદલ બે મોટી બેંકો પર દંડ લગાવ્યો હતો. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલીમાહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંકને નિયમનકારી અનુપાલનનું પાલન ન કરવા બદલ એક-એક કરોડરૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
